બાવળા નગરપાલિકા દ્વારા તાજેતરમાં મામલતદાર કચેરીથી શાંતિનગર સર્કલ સુધીનાં ગોરવ પથ રોડ તેમજ ગર્લ્સ સ્કુલ ચોકડીથી આર્ચી ફાર્મ સુધી લાખો રૂપીયાનાં ખર્ચે નવો આર.સી.સી.રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ બનાવતાં પહેલા રોડ ઉપરનાં નડતરરૂપ દબાણો દૂર કરાવ્યા હતાં. પરંતુ જૂના માર્કેટયાર્ડ પાસે આવેલા પૃથ્વી કોમ્પલેક્ષ આગળ એક લાઈટનો થાંભલો રોડની વચોવચ ઉભો છે. તેમજ ગર્લ્સ સ્કુલ ચોકડીથી આર્ચીફાર્મ સુધીનાં રોડ ઉપર વચોવચ જે લાઈટનાં થાંભલા ઉભા છે તે લાઇટનાં થાંભલામાં લાઇટ પણ નથી અને કોઈ વીજ વાયર પણ નથી. ફક્ત ખાલી થાંભલો જ ઉભો છે. તે વાહનોની અવર-જવરમાં નડતરરૂપ છે.તેના કારણે ટ્રાફીક પણ થાય છે.
આ રોડની વચોવચ ઉભા થાંભલાથી અકસ્માતનો પણ ભય રહેલો છે. તો પાલીકા તંત્ર કેમ આ નડતરરૂપ થાંભલો હટાવી શકતી નથી. રોડ બનાવતાં પહેલાં કેમ થાંભલો દૂર નાં કર્યો ? અને રોડ બનાવી દીધો. વાહન ચાલકો અને નગરજનો ઇચ્છી રહ્યા છે કે આ નડતરરૂપ થાંભલો તાત્કાલીક અસરથી કોઇ અકસ્માત થાય તે પહેલા હટાવવામાં આવે.
આ બાબતે ચીફ ઓફિસર સિદ્ધાર્થભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે તો યુ.જી.વી.સી.એલ.માં આ નડતરરૂપ લાઇટમાં થાંભલાઓ હટાવવા માટે લેખીત અને મોખીક રજુઆતો કરી છે.પણ તેઓ હટાવતાં નથી. પાલિક તંત્ર દ્વારા નવા રોડ પણ બનાવી દીધા છે. તેમ છતાં રોડ વચ્ચે ઉભેલા થાંભલાઓ હટાવવામાં આવતા નથી. જાણે તંત્ર અકસ્માતની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું હોવાનું નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.