આક્રોશ:બાવળામાં ગાડીની ટક્કરથી વીજપોલ તૂટી જતાં લાઇટ ગુલ

બાવળા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગ દઝાડતી ગરમીમાં વહેલી સવારથી લાઇટ જતી રહેતા નાગરિકો પરેસેવે રેબઝેબ બન્યા

બાવળામાં ટાવર ચોક પાસે આવેલા પક્ષીભુવન વિસ્તારમાં વહેલી સવારે કોઈ અજાણી ગાડીનાં ચાલક દ્વારા યુ.જી.વી.સી.એલ.નાં વીજ થાંભલાને કોઇ કારણસર ટક્કર મારતાં લાઈટનો થંભલો તુટી જવા પામ્યો હતો.જેથી આ વિસ્તારની લાઇટ ડુલ થઈ જવા પામી હતી. હાલમાં પડી રહેલી અંગ દઝાડતી ગરમીમાં લાઇટ જતી રહેતાં લોકો લોકો વહેલી સવારે પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં.

જેથી તે વિસ્તારનાં એક જાગૃત નાગરીકે બાવળા યુ.જી.વી.સી.એલ.ની ઓફિસે ફોન કરીને ઘટનાની જાણ કરતાં તેઓએ જણાવ્યું હતું કે માણસો મોકલી દઈએ છીએ 11 વાગ્યા સુઘી લાઈટ આવી જશે.પરંતુ બપોરે મોડે મોડે એક-દોઢ વાગ્યે લાઇટ ચાલું થવા પામી હતી. અડધો દિવસ લાઇટ બંધ રહેતાં કાળઝાળ ગરમીથી વેપારીઓ અને આ વિસ્તારનાં રહીશો જેમાં ખાસ કરીને વૃદ્ધો, બીમાર વ્યકિતઓ અને નાના બાળકો પરેશાન થઈ ગયા હતાં.જેથી આ વિસ્તારનાં વેપારીઓ અને રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...