તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:બાવળાનાં સાંકોડમાંથી LCB એ 9 જુગારીને રૂ. 1,54,350ના મુદામાલ સાથે ઝડપી લીધા

બાવળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં સાંકોડ ગામમાં મકાનમાં મોટાં પાયે જુગાર રમાઇ રહ્યો છે તેવી બાતમી આધારે એલ.સી.બી.એ દરોડો પાડીને જુગાર રમતાં 9 જુગારીઓને 63,850 રોકડા,45,500 નાં 9 મોબાઈલ અને 50,000 રૂપીયાનાં 3 બાઇક મળી કુલ 1,54,350 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.અને જુગાર રમાડનારને વોન્ટેડ જાહેર કરી 10 જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાનાં સાકોડ ગામમાં આવેલા બારૈયાવાસમાં રહેતાં ભરતભાઇ અજમલભાઇ કોળી પટેલના મકાનમાં મોટા પાયે જુગાર રમાઇ રહ્યા છે.

જે બાતમીનાં આધારે બાવળા પોલીસને અંધારામાં રાખીને એલ.સી.બી.ની ટીમે બાતમી મુજબની જગ્યાએ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. જી.એમ.પાવરા, પી.એસ.આઇ. આર.જી. ચૌહાણ,જે.વી.કલોતરા, એસ.એસ નાયર,કોન્સ્ટેબલ દિલીપસિંહ, હરદીપસિંહ, સુરેન્દ્રસિંહ, વિશાલભાઇ, ખુમાનસિંહ, મહેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, જયદીપસિંહે દરોડો પાડતાં 9 જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડીને જુગારીઓ પાસેથી 63,850 રોકડા,45,500 નાં 9 મોબાઈલ અને 50,000 રૂપીયાનાં 3 બાઇક મળી કુલ 1,54,350 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જુગાર રમાડનારન ભરતભાઇ અજમલભાઇ કોળી પટેલ હાજર નહીં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી 10 જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા જુગારીઓમાં અરવિંદ ઉર્ફે બોબો ભયરામભાઇ કોળી પટેલ (સાંકોડ), ભુપત નવઘણભાઇ કોળી પટેલ (સાંકોડ), વશરામ ઉર્ફે કવો રાયમલભાઇ કોળી પટેલ ( વાસણા ઢેઢાળ), રણજીત લાલજીભાઇ કોળી પટેલ (બાપુપુરા), રામદેવ જીવાભાઇ કોળી પટેલ ( દહેગામડા), સિધ્ધરાજસિહ રણજીતસિહ નકુમ ( આદરોડા), દિગ્વીજયસિહ ભરતસિહ નકુમ ( આદરોડા), હિતેશ મશરૂભાઇ કોળી પટેલ ( બાપુપુરા), નરેશ ઉર્ફે છોટુ નાનુભાઇ કોળી પટેલ (દહેગામડા) નો સમાવેશ થાય છે.જયારે ભરત અજમલભાઇ કોળી પટેલ (સાંકોડ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...