કાર્યવાહી:બગોદરા ટોલટેક્સ પાસેથી LCBએ ટ્રકમાંથી દારૂની 4848 બોટલ પકડી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇ.પી.ઇ ફોમ સીટની આડમાં દારૂ ચોટીલા તરફ લઈ જવાતો હતો

એલ.સી.બી.ની ટીમે બાતમી આધારે બગોદરા ટોલટેક્ષ પાસેથી અશોક લેલન્ડ માલવાહક ટ્રકમાં ઇ.પી.ઇ ફોઅમ સીટના ભરેલા બંડલોની આડમાં સંતાડી રાખેલી 14,06,400 રૂપીયાનો વિદેશી દારૂની બોટલ અને બીયર ટીન કુલ નંગ 4848 ( પેટી નંગ - 298 ) નો જથ્થો મળી આવતાં તે જપ્ત કરીને ટ્રક ચાલકને પકડી પાડી માલ મોકલનાર અને માલ મંગાવનાર વિરૂદ્ધમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાએ ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા માટે જીલ્લાનાં પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.જેથી એલ.સી.બી.ની ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કર્યા હતાં. જેથી કોન્સ્ટેબલ જયદીપસિંહ પઢીયારને બાતમી મળી હતી કે લાલ કલરની ટ્રક નં . GJ - 12 BX- 2715 માં ઇ.પી.ઇ ફોઅમ સીટના બંડલોની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયર ટીન ચોટીલા તરફ જઈ રહ્યું છે.જે બાતમીનાં આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહીલ , પી.એસ.આઇ. આર.જી.ચૌહાણ, જી.એમ.પાવરા , જે.યુ.કલોત્રા, એસ.એસ.નાયર, એ.એસ.આઇ. દિલીપસિંહ પરમાર,.કોન્સ્ટેબલ હરદીપસિંહ વાળા ,અજયભાઇ બોળીયા ,મહેન્દ્રસિહ સોલંકી , રઘુવીરસિંહ ગોહીલ ,વિપુલભાઇ, સહદેવસિંહ પઢેરીયા , વિશાલકુમાર સોલંક બગોદરામાં આવેલા ટોલટેક્ષ પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતાં.

થોડીવારમાં બાતમી મુજબની ટ્રક આવતાં તેને ઉભી રખાવી તેની અંદર તપાસ કરતાં ઇ.પી.ઇ ફોઅમ સીટના બંડલોની નીચેથી વિદેશી દારૂની 2304 બોટલો અને બીયર ટીન નંગ 2544 મળી કુલ 4848 નંગ (298 પેટી ) મળી આવી હતી.જેથી 14,06,400 રૂપીયાનો વિદેશી દારૂ, 1,00,000 રૂપીયાની 200 નંગ ઇ.પી.ઇ ફોઅમ સીટ,5000 રૂપીયાનો મોબાઇલ, 1730 રૂપીયા રોકડા,5,00,000 રૂપીયાની ટ્રક મળી કુલ 29,11,040 રૂપીયાનો મુદ્દામાલ મળી આવતાં તેને કબ્જે કરીને ટ્રક ચાલક હરીન્દરસીંગ માનસીંગ જાટ શીખ ( હરિયાણા ) ને ઝડપી લઇને માલ કોણે મોકલ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ માલ સ્વરૂપસીંગ (હરીયાણા), અર્જુન મીણા, કિશન તૈલી, બંન્ને રાજસ્થાન, ભૂપેન્દ્ર જાટ (હરીયાણા), અનિલ પાંડે અને સંજયસીંધ (રાજસ્થાન)એ માલ ભરી આપ્યો હતો અને અર્જુનસિહ બળવંતસિહ ચુડાસમા, ગાંધીધામ, કચ્છ અને નાગદાન પ્રભુદાન ગઢવી, ભાવનગરે માલ મંગાવ્યો હતો.જેથી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...