ધરપકડ:LCBએ ટેલરમાંથી લોખંડના સળીયા ઉતારતાં 5 શખ્સોને પકડી લીધા

બાવળા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેલરના ડ્રાઇવર તથા ક્લિનરે આર્થિક ફાયદા માટે 3 શખ્સોને રોક્યા હતા, પોલીસ ટીમે 21 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ બાવળા પોલીસને સોંપી

કંપનીમાંથી લોખંડનાં સળીયા ભરીને નીકળેલા ટેલરમાંથી ટેલર ડ્રાઇવર, ક્લીનર અને બાવળાની 3 વ્યક્તિએ પૂર્વયોજીત કાવતરૂ રચીને ટેલરમાં ભરેલા લોખંડના સળીયા 12 એમ.એમ ની ભારી નંગ - 3 વજન 310 કિ.ગ્રા.જેની 18,600 રૂપીયાની કિંમતનો ઉતારતાં એલ.સી.બી.ની ટીમે બાતમી આધારે પકડી પાડીને ટેલર તેમજ તેમાં ભરેલા લોખંડના સળીયા મળી કુલ 21,24,200 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં રાણેસર પાસે આવેલી અગ્રવાલ ડી.એમ.ટી.ઇન્ડ્રસ્ટ્રીઝ પ્રા.લી કંપનીમાંથી ટ્રક ટેલર નંબર GJ - 01 JT 2022 ના ડ્રાઇવર દિલીપભાઇ નંદુભાઇ પાલ ( યુ.પી ) તથા ક્લીનર બબલુભાઇ બલ્લાભાઇ પાલ ( યુ.પી ) લોખંડના સળિયાનો માલ ભરી ગજાનંદ એન્ટરપ્રાઇઝ નિકોલ અમદાવાદ ખાતે ખાલી કરવા નીકળ્યા હતાં.અને ડ્રાઇવર અને ક્લિનરે આર્થિક ફાયદો થાય તે માટે તેઓએ વૈભવભાઇ ભીખાભાઇ ભરવાડ, રહેવાસી, ભરવાડવાસ, બાવળા, ભૌમિકભાઇ જયંતિભાઇ ભરવાડ,રહેવાસી, આદરોડા ચોકડી, બાવળા તથા વસીમશા આરીફશા ફકીર, રહેવાસી, મતીયાવાસ,બાવળા ટ્રેલરમાં ભરેલા લોખંડના સળિયામાંથી 3 ભારી 310 કિ.ગ્રા.થાય તે એક ભારીનાં 2000 રૂપીયા લેખે 6000 રૂપીયામાં રાખીને ઉતારતાં હતાં.

એલ.સી.બી.નાં કોન્સ્ટેબલ મહેન્દ્રસિહની બાતમીનાં આધારે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડીને પાંચેયને પકડી પાડીને ત્યાં અન્ય 12 ભારી લોખંડનાં સળીયાની વૈભવભાઇએ અન્ય કોઇ ટ્રક ડ્રાઇવરો પાસેથી ઉતરાવી હતી તે મળીને કુલ 15 ભારી સળિયા કુલ વજન 1150 કિ.ગ્રા જેની કિંમત 69,000 રૂપીયા થાય તે કબ્જે લીધા હતાં.તેમજ ટ્રેલર તથા તેમાં ભરેલ લોખંડના સળિયા વજન 26760 કિ.ગ્રા. મળી કુલ 21,24,200 રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરીને બાવળા પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો. જેથી બાવળા પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...