તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:બાવળા નગરમાં મોડી રાતે હાર્ડવેરની દુકાનમાં આગ

બાવળા19 દિવસ પહેલા
 • કૉપી લિંક

બાવળામાં વૈશાલી સોસાયટી સામે આવેલા કોમ્પલેક્ષમાં વિજય લક્ષ્મી હાર્ડવેરની દુકાન માલીક ધર્મેશભાઇ રાબેતા મુજબ સાંજના સમયે વસ્તી કરીને ઘરે ગયા હતાં.રાત્રે અગીયાર વાગ્યા પછી કોઈ કારણસર દુકાનમાં આગ લાગી હતી.અને આ લાગેલી આગને વૈશાલી સોસાયટીનાં રહીશોએ જોઈ જતાં તેઓ દોડી ગયા હતાં અને આગને ઓલવાની કોશીશ કરી હતી પરંતુ દુકાનમાં ક્લર અને લાકડુ, પ્લાસ્ટીક વગેરેને સામાન હોવાથી આગ વધુ પ્રસરવા લાગી હતી.

જેથી નગરપાલીકાનાં ફાયરબ્રગેડને જાણ કરતાં શૈલેષભાઇ અને ઝાલાભાઇ ફાયર ફાઇટર લઈને તરત જ દોડી આવીને એક કલાકની ભારે જહેમતથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો