બિસ્માર રોડથી પ્રજા ત્રાહિમામ:બાવળામાં ધોળકા રોડ પર પડેલાં મોટાં મોટાં ખાડા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ બિસમાર બનતા અને પાણી ભરાઇ રહેતાં વાહનચાલકો પરેશાન

બાવળામાં આવેલા ધોળકા રોડ ઉપર રેલ્વે ફાટક પાસે રેલ્વે દ્વારા અંડરપાસ ગરનાલુ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.જેથી રત્નદીપ સોસાયટી પાસેનો રોડ સાવ બિસ્માર થઈ જવા પામ્યો છે.રોડ ઉપર મોટાં -મોટાં ખાડાઓ પડી ગયા છે. અનેક વખત આ રોડ ઉપર પડેલા ખાડાઓ પુરવામાં આવ્યા છે.પરંતુ ભારે વાહનોની અવર-જવરનાં કારણે ખાડાઓ પડી જાય છે.

લાંબા સમયથી પડેલા ખાડાઓથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.ખાસ કરીને સ્કુલે જતાં વિર્ધાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. રેલ્લેનું કામ ચાલું હોવાથી ખાડાઓમાં પાણી પણ ભરાઇ રહેતું હોવાથી વાહનો ખાડામાં પડે તો બાજુમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો, રાહદારીઓ ઉપર પાણીનાં છાંટા ઉડે છે.જેથી વાહન ચાલકો સાથે ચકમક ઝરે છે.

તેમજ આ રોડ આવેલા ભૂર્ગભ ગટરની કુંડીઓનાં ઢાંકણા પણ અંદર બેસી ગયા છે.આ રોડ ઉપર પડેલા ખાડાઓનાં કારણે અકસ્માતનો પણ ભય રહેલો છે.જેથી રોડને નવો બનાવવામાં આવે તેવું વાહન ચાલકો અને રાહદારીઓ ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...