નગરજનોમાં આક્રોશ:બાવળામાં ગૌરવ પથ પર મોટા ખાડા પડી ગયા, સળિયા પણ બહાર ડોકાયા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોડ નવેસરથી બને તેવી લોકોની માગણી છે. - Divya Bhaskar
રોડ નવેસરથી બને તેવી લોકોની માગણી છે.
  • આ રોડ જેટલી વાર બન્યો તેટલી વાર તે ટૂંક સમયમાં જ તૂટી જાય છે

બાવળા નગરપાલીકા હદ વિસ્તારમાં આવેલા વૈશાલી સોસાયટીથી હાઇસ્કુલ સર્કલ સુધીનાં રોડને ગોરવ પથ રોડ જાહેર કરવામાં આવ્યો છે.પરંતુ આ રોડ ક્યારેય ગૌરવ આપે તેવો બનાવવામાં આવ્યો નથી. આ રોડ કાયમ માટે શરમ પથ રોડ બન્યો છે.આ રોડ જેટલી વાર બન્યો તેટલી વાર તે ટુંક સમયમાં જ તૂટી જાય છે.થોડા સમય પહેલા વૈશાલી સોસાયટીથી સરકારી દવાખાનાં સુધી આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યો હતો.પરંતુ આ રોડ ટુંક જ સમયમાં તૂટી જવા પામ્યો હતો.

જેથી આ વિસ્તારની સોસાયટીનાં રહીશો અને આ વિસ્તારનાં ચૂંટાયેલા અપક્ષ સદસ્યએ પાલીકામાં ઉગ્ર રજુઆત કરી હતી કે કોન્ટ્રાક્ટરનું બીલ અટકાવીને રોડ ફરીથી નવેસરથી બનાવવામાં આવે. જેથી પાલીકા તંત્રએ સરકારી દવાખાના ચાર રસ્તાથી નુરમહંમદ સુધીનો રોડ ફરીથી બનાવવામાં આવ્યો હતો. અને નુરમહંમદ સોસાયટીથી વૈશાલી સોસાયટી સુધીનો રોડ બનાવવાનો બાકી રાખ્યો હતો. અને આજદિન સુધી તે બાકી રહેલો રોડ બનાવવામાં આવતો નથી.

જેથી આ રોડ ઉપર મોટાં-મોટાં ખાડાઓ પડી ગયા છે.લોખંડનાં સળીયા પણ બહાર નીકળી ગયા છે. જેથી વાહન ચાલકો અને ૨હેવાસીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકા તંત્રને વારંવાર રજુઆતો કરવામાં આવી છે. છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.જેથી નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...