તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કેરાળા GIDCમાં લાગેલી આગમાં સારવારમાં 1 મોત, કંપનીમાં 5 દિવસ અગાઉ આગ લાગી હતી

બાવળા17 દિવસ પહેલા
 • કૉપી લિંક

બાવળા તાલુકાની કેરાળા જી.આઇ.ડી. સી.માં આવેલી પનારા લેમીનેટ ( સનમાઇકા ) બનાવવાની ખાનગી કંપનીમાં પાંચ દિવસ પહેલા કોઈ કારણસર આગ લાગી હતી. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આગ લાગતાં કંપનીમાં ફાયર સેફટીનાં કોઈ સાધનો નહીં હોવાથી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ પાણી નાંખીને આગને ઓલવવા જતાં ગીરીશભાઇ હીરાભાઇ ગોહિલ, ભોલાસીંગ જસવંતસીંગ અને પપ્પુસીંગ ગોવિદસીંગ રાજપુત ગંભીર રીતે દાઝી ગયા હતાં.જેથી 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળાની 108નાં ઇ.એમ.ટી.૨વિ લાલકીયા અને પાયલોટ હરપાલસિહ તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને દાઝી ગયેલી ત્રણેય વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપીને બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતાં. ત્યાં ડો.રૂદ્રદત્તસિહ વાધેલાએ સારવાર કરીને વધુ દાઝી ગયા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ સારવાર માટે મોકલી આપ્યા હતાં.જયાં સારવાર દરમ્યાન ગીરીશભાઇ ગોહિલનું મોત થવા પામ્યું હતું જેથી બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો