ધમકી:જુવાલ ગામમાં એિક્ટવા આપવાની નાં પાડતાં માર મારી ધમકી આપી

બાવળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જુવાલ ગામમાં પોતાનું એિક્ટવા આપવાની ના પાડતા ગામની વ્યકિતને ખોટુ લાગતાં એકદમ ઉશ્કેરાઇ જઇને લાકડીનાં ઘા મારીને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદ તાલુકાનાં જુવાલ ગામમાં રહેતાં મહેશભાઇ ધીરૂભાઇ દેવીપુજ ઘરેથી સાડા ચાર વાગ્યે ગામનાં મનસુખભાઇ ગદીભાઇ કોળી પટેલનાં દુકાનનાં ગલ્લે મસાલો ખાવા ગયા હતા ત્યારે ગામનો અલ્પેશભાઇ સેતાભાઇ ભરવાડ તેમની પાસે આવીને કહેવા લાગ્યો કે તારી એકટીવા આપ.

જેથી મહેશભાઈએ તેને કહ્યું કે મારે બહાર જવાનું છે અને મારે આજે વધારે કામ છે જેથી હું તને મારી એકટીવા નહીં આપું જેથી અલ્પેશ એકદમ ઉશ્કેરાઇ લાકડીથી મહેશભાઈ પર પગ ઉપર ચારથી પાંચ ઘા માર્યા હતાં. જેથી મેં બુમાબુમ કરતાં ગામમાં લોકો ભેગા થતાં તે ત્યાંથી જતો રહ્યો હતો.

અને જતાં જતાં જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મહેશભાઈને બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવા હતા. આ અંગે આરોપી સામે બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...