બાવળા તાલુકાનાં સાંકોડ પાસે સાણંદમાં આવેલી આઈ.ડી.એફ.સી. બેન્કના ફીલ્ડ ઓફિસર તાલુકાના ગામડામાંથી લોનના હપ્તાની ઉઘરાણી કરી પરત જતા હતાં ત્યારે ઢેઢાળ-વાસણોથી સાંકોડ રોડ ઉપર બાઇક ઉપર બે લૂંટારૂએ મોઢે બાંધીને આવીને લોખંડનો સળીયો બતાવી બાઇક ઉભુ રખાવી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી 1,50,000 રૂપીયા રોકડા, ટેબ્લેટ, મોબાઈલ ફોન તથા એ.ટી.એમ. કાર્ડના થેલાની ફિલ્મી ઢબે લૂંટ કરીને ભાગી ગયા હતાં. જેથી બાવળા પોલીસે ફરિયાદનાં આધારે 5 લુંટારૂઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
સાણંદમાં આવેલી આઈ.ડી.એફ.સી. બેન્કમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતાં શૈલેષભાઇ બારીઆ બાવળા - સાણંદ તાલુકાનાં ગામડામાંથી લોનના હપ્તાની 1,50,000 રૂપિયાની ઉઘરાણી કરી પરત જઇ રહ્યા હતાં ત્યારે દહેગામડાથી આગળ ત્રણ બાઇક ચાલકોએ પીછો કરી લુંટનો પ્રયાસ કરતાં તે બાઈક લઈને પાછા વળીને છબાસર થી ઢેઢાળ-વાસણા થી સાંકોડ રોડ ઉપર સુમસામ જગ્યાએ બાઇક ઉપર બે લૂંટારૂઓને મોઢે બાંધીને આવીને લોખંડનો સળીયો બતાવી બાઇક ઉભુ રખાવી છરી ગળાનાં ભાગે મુકીને મારી નાખવાની ધમકી આપીને હપ્તાની ઉઘરાણીના 1,50,000 રૂપીયા રોકડા, ટેબ્લેટ, મોબાઈલ ફોન, એ.ટી.એમ. કાર્ડનાં થેલાની ફીલ્મી ઢબે લુંટ કરીને લૂંટારૂઓ ભાગી ગયા હતા.જેથી તેમણે 100 નંબર ઉપર પોલીસને જાણ કરતાં બાવળા પોલીસ અને એલ.સી.બી.ની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને લૂંટનો ગુનો નોંધી લુંટારૂઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. ફરીયાદમાં કિશન કાળુભાઈ ગોહેલ ( કોળી પટેલ,રહે.જુવાલ)ને પૈસાની ઉઘરાણી કરી પરત બેંકે જતા હોવાની હકીકતથી વાકેફ હતો.
જેથી પોતે પોતાના બાઈકમાં પેટ્રોલ પુરૂં થઈ ગયું છે તેમ જણાવી ફરિયાદી પાસે પેટ્રોલ મંગાવતા ફરિયાદી પેટ્રોલ આપવા જતા દરમિયાન આ બનાવ બન્યો હોવાથી તેની ઉપર શક જતાં કિશનની તપાસમાં રહેવા અંગત અને ભરોસાના બાતમીદારોનો સંપર્ક સાધ્યો હતો.જેના ફળસ્વરૂપે બાતમીદારે બાતમી આપી હતી કે તે લૂંટમાં સામેલ હતો અને તે સાંકોડ ગામનાં પાટીયા પાસેથી નીકળવાનો છે જેથી બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવીને ઉભા હતાં ત્યારે કિશન ત્યાંથી નીકળતાં તેને પકડી પાડીને આગવી ઢબે તપાસ કરતાં તે ભાગી પડ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેણે અને ચેતન રધુભાઈ મકવાણા ( કોળી પટેલ ) રહેવાસી,વાસણા ઢેઢાળ, જગદિશ ઉર્ફે જગી પ્રહલાદભાઇ ગોહેલ, રહેવાસી, મુ. જુવાલ,તા.સાણંદ, કવા ઉર્ફે ગવો નાનુભાઇ ચોહાણ (કોળી પટેલ) રહેવાસી, ઢેઢાળ વાસણા વાંટાવાળો વાસ તા. બાવળા, અરવિંદ ઉંજાભાઇ મકવાણા (કોળી પટેલ), રહેવાસી, ઢેઢાળ વાસણા ગામ, બાવળા રોડ ઉપર તા. બાવળા એ પુર્વાઆયોજીત કાવતરૂ ૨ચીને તેમને લુંટ ચલાવી હતી. જેથી પોલીસે તમામ લુંટારૂંઓને પકડી પાડીને તેમની પાસેથી 1,50,000 રૂપીયા રોકડા,5000 રૂપીયાનું ટેબ્લેટ, 1000 રૂપીયાનો મોબાઇલ ફોન કબ્જે લઇને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને બાકીનો મુદ્દામાલ રીકવર કરવા આગળની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બીજી કેટલી લૂંટ કરી છે ? ક્યાં ક્યાં લુંટ ચલાવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.