ગેરરીતિ:બાવળા તાલુકા પંચાયતમાં આયોજન સમિતિના આયોજનમાં ગેરરીતિ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા વિકાસ અધિકારી સામે પગલાં ભરવામાં નહીં આવે તો આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી

બાવળા તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપ પક્ષે સામાજીક ન્યાય સમિતિની અગાઉ ૨ચના કરી હતી.જેથી કોગ્રેસનાં સભ્ય મહેન્દ્રભાઈ શ્રીમાળીએ તે રચના ખોટી રીતે કરવામાં આવી હતી અને તાલુકા વિકાસ અધિકારીએ ગેરરીતિ કરીને ૨ચના કરી છે તેમ કહી તે તાલુકા પંચાયત કચેરી ખાતે બે દિવસ ઉપવાસ ઉપર બેઠા હતાં.જેથી તે રચના વિખેરી નાંખી હતી. અને નવી રચના નહીં કરતાં મહેન્દ્રભાઈએ જે બાબતે ઠરાવ નંબર - 6 વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટ ખાતે રીટ કરી હતી. જેથી હાઇકોર્ટએ હૂકમ કર્યો હતો કે તારીખ 17/7/2021 ની રજુઆતથી આઠ અઠવાડીયામાં સામાજીક ન્યાય સમિતિ બનાવવી.

પરંતુ આજ દિન સુધી બાવળા તાલુકા પંચાયતમાં સામાજી ન્યાય સમિતિ બની નથી. તાલુકા વિકાસ અધિકારી બાવળા અને તાલુકા પ્રમુખએ તારીખ 2/9/2021 ના રોજ આયોજનની મિટીંગ બંધ બારણે કરીને આયોજન કરી દિધું છે. આયોજનમાં જે મિટીંગમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તારીખ 19/7/2006 થી ઠરાવ કરી કલમ - 145 મુજબની સમિતી હોવી જોઈએ. તાલુકા વિકાસ અધિકારી બાવળા તથા તાલુકા પંચાયત પ્રમુખએ પોતાની મનમાની કરેલ છે. તેમણે તાલુકા વિકાસ અધિકારીને મૌખિક પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મારે ઉપરથી દબાણ હોવાથી ભારે કરવું પડે છે.

જેથી મહેન્દ્રભાઇએ જીલ્લા વિકાસ અધિકારી, કલેકટર અને વિકાસ કમિશ્નરને લેખીતમાં જવાબદાર અધિકારી સામે કાયદેસરનાં પગલા લઈ કાર્યવાહી કરવા રજુઆત કરી છે.તેમણે રજુઆતમાં ચીમકી પણ આપી છે કે આ જાતિવાદી તાલુકા વિકાસ અધિકારી સામે પગલાં ભરવામાં નહીં આવે તો આમરણ ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...