એજન્ટોનો દબદબો:અરજદારોને ધરમધક્કો, એજન્ટોને માટે લાલ જાજમ

બાવળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકોની વ્યાપક ફરિયાદ છતાં ધ્યાન અપાતું નથી

ગુજરાત સરકારે તમામ આર.ટી.ઓ.કચેરીમાં એજન્ટ પ્રથા બંધ કરી દીધી છે. અને એજન્ટોને કચેરીમાં અંદર આવવા નહીં દેવા અને અરજદારે સીધા જ કામ માટે જવું તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. તેમજ સરકારે તમામ આર.ટી.ઓ. કચેરીને પેપર લેશ કરવાનું નક્કી કર્યું છે. આર.ટી.ઓ. કચેરીમાં એજન્ટોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો અને લખાણ લગાવવામાં આવ્યા છે. પરંતુ બાવળાની એ.આર.ટી.ઓ. કચેરીમાં આજે પણ એજન્ટોનો દબદબો યથાવત છે.

કોઈપણ અરજદાર લાયસન્સના કામે, ટ્રાયલ આપવા જાય કે નવા વાહનનું રજીસ્ટ્રેશન કરાવવા જાય તથા પાસીંગ કરાવવા જાય એટલે તરત જ એજન્ટો આવી જાય છે. અરજદાર સીધા જાય તો અધિકારીઓ પણ કોઇના કોઈ કાગળો ખૂટે છે અથવા કોઈપણ બહાના કાઢીને અરજદારોને ધક્કા ખવડાવે છે. અને તે કામ એજન્ટ લઇને જાય તો તરજ થઇ જાય છે. માટે અરજદારને વધારે રૂપીયા ખર્ચ કરવો પડે છે.

ફોર્મ ભરવા, ઓનલાઇન તારીખ લેવા, ઓનલાઇન ફી ભરવા, ઓનલાઇન કાગળોની પ્રિંન્ટ કઢIવવા માટે પણ એજન્ટો મનફાવે તેવા ભાવ લે છે.અને કચેરીના અધિકારીઓ પણ એ.સી.ઓફીસમાં જ બેસી રહે છે. અરજદારો ટ્રાયલ માટેનાં રજીસ્ટ્રેશન માટે ફોર્મ લઈને લાઇનમાં ઉભા રહે છે અને એજન્ટો ઓફીસમાં જઈને અને ફોન કરીને નંબર લઇ લે છે. અરજદારોને લાઇનમાં ઉભા રહેવું પડે છે. વાહન પાસીંગમાં પણ એજન્ટ અધિકારીને બોલાવે એટલે અધિકારી બહાર આવે અને કાગળોમાં સહી કરે. એજન્ટો પણ વટથી કચેરીમાં ધાર્યું કામ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...