તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:100 બેડ ઓક્સિજન સાથેનાં તૈયાર કરવાની સૂચના આપી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાં ડીડીઓએ રસીકરણ કેમ્પની મુલાકાત લીધી
  • 1 દિવસમાં 500થી વધુ લોકોએ રસીનો ડોઝ લીધો

બાવળા અર્બન હેલ્થ ઓફિસમાં ચાલતાં કોવિડ-19 કોરોના ૨સીકરણ કેમ્પની નવા આવેલા જીલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, આર.સી.એચ.ઓ. ડો.ગૌતમ નાયકે મુલાકાત લીધી હતી.આ પ્રસંગે બાવળા મામલતદાર પી.આર.દેસાઇ,અર્બન હેલ્થ ઓફિસર ડો. રાકેશ મેહતા, તાલુકા પંચાયતનાં ભૂપેન્દ્રભાઈ કેજરીવાલ, તાલુકા પંચાયત અને આરોગ્યનો સ્ટાફ, અધિકારીઓ હાજર રહ્યા હતાં.

તેઓ જયારે મુલાકાતે આવ્યા ત્યારે 200 થી 250 જેટલા લાભાર્થીઓ રસી લેવા માટે લાઇનમાં હાજર હતા. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રસીકરણ કેમ્પ ઉપર ચાલતા રજીસ્ટ્રેશન પ્રોસેસ અને રસીકરણનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં જે તકલીફો ઉભી થઈ હતી તે ફરીથી તકલીફ ઉભી નાં થાય તેમજ આગામી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને બાવળા ખાતે ઓકસીજન સાથેનાં 100 બેડ ઊભા કરવા માટે અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

તેમજ બાવળા સરકારી દવાખાનામાં જેટલું બને તેટલું વહેલા વહેલો ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત કરવા માટે સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.આ ઉપરાંત બાવળા શહેર અને તાલુકાની જનતાને સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે સોસીયલ ડીસ્ટન્સીંગ અને માસ્કના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. બાવળા શહેરની જનતાને રસીકરણ માટે 500 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જેથી 500 લાભાર્થીઓએ એક દિવસમાં રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...