તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઔદ્યોગિક વિસ્તારમાં હાઇવે પર એર મોનિટર સિસ્ટમ લગાવો, મોડી રાતે ધમધમતી કંપનીઓ પ્રદૂષણ છોડી રહી છે

બાવળા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાવળાના કાર્યકરે કલેક્ટરમાં લેખિત રજૂઆત કરી

ગ્રામ્ય જીલ્લામાં જી.આઇ.ડી.સી.માં અને ખાનગી ઔધોગિકની નાની-મોટી આશરે 4000 જેટલી કંપનીઓ આવેલી છે.તેમાં ખાસ કરીને સનાથલ સર્કલથી બગોદરા સુધી અને શાંતિપુરા થી વિરમગામ સુધીનાં હાઇ-વે ઉપર કંપનીઓ આવી છે.જેનાંથી જીલ્લાનાં બાવળા, સાણંદ, વિરમગામ, ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના નાંના - મોટી ગામડાઓમાં હવા પ્રદુષણ વધી જવા પામ્યું છે.ગામડાંનાં લોકો કંપનીઓમાં જઈને હવા પ્રદુષણ બંધ કરાવવા માટે રજુઆતો કરે છે. પરંતુ કંપનીનાં માલીકોની રાજકીય વગ હોય છે તેમજ પ્રદુષણ ખાતા સાથે મીલી ભગત હોવાનાં કારણે ગામડાંનાં લોકોની રજુઆતો સાંભળતાં નથી. તેઓ પ્રદુષણ ખાતામાં રજુઆતો કરે તો તેઓ પણ કોઈ કાર્યવાહી કરતાં નથી.

રાત્રે પાવર રેટનો ભાવ દિવસ કરતાં ઓછો હોવાનાં કારણે કંપનીઓ દ્વારા રાત્રે જ વધારે કંપનીઓ ચાલુ રાખીને મોટાપાયે હવા પ્રદુષણ ફેલાવવામાં આવે છે.જેથી હવા પ્રદુષણ નિયંત્રણ માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઔધોગિક વિસ્તારમાં 24 કલાક એર પોલ્યુશન માપવાની સીસ્ટમ લગાવીને તેની કાર્બન ડાયોકસાઇડ અને ઓકસીજનની માત્રા કેટલી છે તે જાહેર કરવી જોઈએ. તેમજ હાઇ-વે ઉપર એર મોનીટરીંગ સીસ્ટમ લગાવી જોઈએ.ગામડાંનાં પશુ-પક્ષીઓ અને માનવ જીવનને કંપનીનું હવા પ્રદુષણ સહન કરવું નાં પડે તે માટે આ સીસ્ટમ ઉભી કરવી જોઈએ તેવી રજુઆત બાવળાનાં સામાજીક કાર્યકર પ્રફુલભાઇ મહેતાએ જીલ્લા કલેક્ટરને લેખીતમાં કરી છે.

તેમણે જણાવ્યું છે કે આ બાબતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં અનેક વાર રજુઆતો કરવામાં આવી છે પરંતુ પ્રદુષણ વિભાગ ધ્યાનમાં લેતું નથી અને યોગ્ય કાર્યવાહી પણ કરતું નથી.અને યોગ્ય જવાબો પણ આપવામાં આવતાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો