વિવાદ:કાવીઠામાં અગાઉનું મનદુઃખ રાખીને લાકડી, પાઇપથી માર મારતાં 1ને ઈજા

બાવળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ ફળિયામાં રહેતા 4 લોકોએ ભેગા મળી ગમે તેમ બોલી હથિયારથી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

બાવળા તાલુકાનાં કાવિઠા ગામમાં પાનનાં ગલ્લાની સામે ત્રણ રસ્તા ઉપર બદરખાનાં યુવાનને બદરખાનાં જ 4 લોકોએ અગાઉનું મનદુઃખ રાખીને ગાળો બોલી ઝગડો કરીને લાકડી તથા લોખંડની પાપઇષથી માથામાં અને હાથે-પગે મુઢ માર મારી ફ્રેકચર કરી નાંખીને જાનથી મારી નાખવાની ઘમકીઓ આપીને જતાં રહ્યા હતાં. યુવાને બાવળા પોલીસમાં 4 વ્યકિત સામે ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળકા તાલુકાનાં બદરખામાં આવેલા નવો વાસમાં રહેતાં બળદેવભાઇ મફાભાઇ ઝાલા (અનુ.જાતી) ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે હું અને મારો ભત્રીજો જીગર બાબુભાઇ ઝાલા બાઇક લઇને બપોરે બન્ને જણા બાવળામાં રહેતાં તેના બેન પ્રેમીલાબેનને મળવા માટે ગયા હતાં. અને તેઓને મળીને સાંજના પોણા છ વાગ્યે બાવળાથી બદરખા જવા માટે નિકળ્યા હતાં અને છ વાગ્યે કાવિઠા ગામમાં બદાભાઇના પાનનાં ગલ્લાની સામે ત્રણ રસ્તા પાસે પહોચતા ભત્રીજો મસાલો ખાવા ગલ્લે ગયો હતો અને હું બાઇક પાસે ઉભો હતો.

તે વખતે અમારા ફળીયામાં રહેતાં જયેશભાઈ બળદેવભાઇ ઝાલા, વનરાજભાઇ બળદેવભાઇ ઝાલા, હસમુખભાઇ સોનારા અને દીક્ષીતભાઇ રમણભાઇ ઝાલા બે બાઇક લઇને આવ્યા હતાં અને વનરાજે મને બોલાવીને અગાઉનુ મનદુ:ખ રાખી મને જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો જેથી મે બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇને તેણે પગમાં લાકડી મારી હતી. અને જયેશે માથામાં પાઇપ મારતા ઇજા થઇ હતી.

હસમુખભાઇએ પગમાં લાકડી મારી હતી અને દીક્ષીતભાઇએ હાથે અને પગમાં પાઇપ મારી હતી. મારો ભત્રીજો મારની બીકે આવ્યો નહી તે પછી આ બધા જતા જતા જાનથી મારી નાખવાની ઘમકીઓ આપીને જતાં રહ્યા હતાં. અને તે ૫છી મારો ભત્રીજો બાઇક લઇને બદરખા જઇને મારા મોટાભાઇ બાબુભાઇને લઇને આવ્યો હતો અને અમે ત્રણેય કાવિઠાથી ધોળકા કલીકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...