તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાવળાના કોઠાતલાવડીમાં બાળકોના ઝઘડામાં કોદાળી મારતાં 1ને ઈજા

બાવળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક બાળના પિતાએ બીજા બાળકના પિતાના માથામાં કોદાળી મારી, બગોદરા પોલીસમાં સામસામે ફરીયાદ

બાવળા તાલુકાનાં કોઠાતલાવડી ગામમાં છોકરા છોકરા રમવા બાબતે ઝઘડો થતાં તે બાબતે ઉપરાણું લઇને છોકરાનાં પિતાએ બીજા છોકરાનાં પિતાને માથામાં કોદાળી મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.સામે પક્ષે ઇંટ નો ટુકડો માથામાં માર્યો હતો. જેથી આ બાબતે બંને પક્ષે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે બંનેની ફરીયાદ લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાવળા તાલુકાના કોઠાતલાવડી ગામમાં આવેલા ડાભીફળીમાં રહેતાં ઘનશ્યામભાઇ હેમુભાઇ ડાભી ( કોળી પટેલ )એ બગોદરા પોલીસમાં ફરીયાદ લખાવી છે કે સવારે નવ વાગ્યે તેમનો દિકરો ચેતન રામાપીરના મંદીરે રમવા ગયો હતો અને ત્યાં છોકરા છોકરા રમવા બાબતે ઝઘડો થયો હતો.

જેથી તે રામાપીરના મંદીરે ગયા તો ત્યાં કોઇ છોકરાઓ હાજર નહોતા. જેથી તે ઘરે આવ્યા હતાં તે સમયે ગામના દાજીભાઇ વીરજીભાઇ સોલંકી કોદાળી લઇને આવ્યા હતાં અને તેઓ ઘર બહાર ઉભા રહીને બોલતાં હતાં કે તારા દીકરાને ઘરની બહાર કાઢ તેણે મારા દીકરા સાથે ઝઘડો કર્યો છે.તેને મારવો છે તેમ કહી ગાળો બોલવા લાગતાં તેમને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ જઈને તેમને માથામાં કોદાળી મારતાં લોહી નીકળવા લાગતાં નીચે પડી ગયો અને બુમાબુમ કરતાં ઘરનાં અને બાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં.જેથી તે જોરજોરથી ગાળો બોલીને તને જીવતો જવા નહી દઉ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપીને જતાં રહ્યા હતાં. માથામાં લોહી નીકળતું હોવાથી તેમને સરકારી દવાખાને સારવાર કરાવીને તેમણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.અને સામાપક્ષેથી દાજીભાઇ સોલંકીએ પણ ફરીયાદ નોંધાવી હતી.જેથી પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...