કામગીરી:આદરોડા ગામમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવની શરૂઆત

બાવળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો ‘ I ખેડૂત પોર્ટલ ’ દ્વારા 26 ઓગસ્ટ સુધીમાં નોંધણી કરાવી શકશે

કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વનું પ્રથમ નેનો યુરિયા ખાતર ઇફકો સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે .

આ નેનો યુરીયાનાં ખેડૂતોમાં પ્રચાર - પ્રસાર માટે અધ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી છંટકાવથી અસરકારકતા પણ વધુ મેળવી શકાય તે માટે 100 % રાજય પુરુષ્કૃત યોજના અમલમાં મૂકવામાં આવી છે . કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ઉપયોગ રાજય પુરુસ્કૃત યોજનાનો લોંચિંગ કાર્યક્રમ ઇસનપુર ગામમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો.જિલ્લા સ્તરેથી આ યોજનાની શરૂઆત આદરોડથી કરાઈ છે. આદરોડા ગામમાં 25 એકર જમીનમાં ડાંગરનાં પાકમાં ડ્રોનથી નેનો યુરિયાનો છંટકાવ કરાયો હતો.

ડ્રોન ટેકનોલોજીથી કૃષિનાં અગત્યના કામો જેવા કે ખાતર , દવાનો છંટકાવ કરી ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાશે. પાણી , ખાતર અને દવાનો બચાવ કરી અસરકારક પરિણામ મેળવી શકાય તે બાબતનું નિદર્શન ખેડૂતોને દર્શાવાયુ હતું.આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ કૃષિ વિભાગના આઇ ખેડુત પોર્ટલ ઉપર 26 તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

આ યોજના અન્વયે ખેડૂતોને નેનો યુરીયા પાક સંરક્ષણ રસાયણ / FCO માન્ય પ્રવાહી ખાતરો / જૈવિક ખાતરના છંટકાવ માટે છંટકાવની મજુરી માટે કુલ ખર્ચના 90 % અથવા વધુમાં વધુ રૂ . 500 / - બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર , પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે .

અન્ય સમાચારો પણ છે...