ગીરધારી રાઈસ મિલમાં દુર્ઘટના:3 મજૂરનાં મોત મામલે પોલીસે માત્ર અકસ્માતે મોતની નોંધ કરી, મૃતકોની અંતિમવિધિમાં ગામ જોડાયુ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાં આવેલી ગીરધારી રાઇસ મિલમાં સોમવારે રાતે બની રહેલા શેડની એંગલો પડવાનો મામલો
  • ઉપરની અેંગલનો સપોર્ટ ખસી જવાથી તમામ એંગલો નીચે કામ કરી રહેલા 7 જેટલા મજૂર પર પડી હતી

બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલી ગીરધારી રાઈસ મીલમાં શેડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું. કોન્ટ્રાક્ટર રાત્રે ક્રેઇન દ્વારા લોખંડની મોટી-મોટી એંગલો ચડાવી રહ્યા હતાં અને નીચે મજુરો કામ કરી રહ્યા હતાં ત્યારે કોઈ કારણસર લોખંડની એંગલોનો માચડો નીચે ધરાશાયી થતાં 3 મજુરોનાં મોત થવા પામ્યા હતાં અને 4 મજુરોને ઇજા થવા પામી હતી.

આ બાબતે બાવળા તાલુકાનાં રામનગરમાં રહેતાં ગણપતભાઇ ભીમાભાઇ પગીએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ધોળકા રોડ ઉપર આવેલી ગીરધારી રાઇસ મીલમાં હું અને મહેન્દ્રભાઇ મનસુખભાઇ કોળી પટેલ, ઇકબાલ યાકુબભાઇ ખલીફા, અરમાન અકબરભાઇ રાઉમા, દિપકભાઈ ચંદુભાઈ પગી, નિલેશ ઉર્ફે કાલુભાઇ કનુભાઇ ઠાકોર, મારો ભાઇ સંજયભાઇ ઉર્ફે દિલીપભાઇ ભીમાભાઇ પગી, કાલુભાઇ રામાભાઈ પગી (તમામ રહેવાસી, રામનગર, તા. બાવળા) અમારા ગામનાં મહેન્દ્રભાઇ કોળી પટેલે નવો શેડ ઉભો કરવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાથી અમે બધા મોટી એંગલો ઉભી કરવાનું અને કાટમાળ બનાવવાનું કામ કરતાં હતાં.

આ શેડનાં ઉપરનાં ભાગે મહેન્દ્રભાઇ, દિપકભાઈ અને નિલેશ ઉર્ફે કાલુભાઇ કામ કરતાં હતાં અને બાકીનાં બધા ઉપરની મોટી એંગલો સાથે દોરડુ બાંધી ઉપરની એંગલો સેટ કરવાનું કામ કરતાં હતાં ત્યારે રાત્રે આશરે પોણા 7-45 વાગે ઉપરની એંગલનો સપોર્ટ ખસી જવાથી ઉપરની તમામ એંગલો નીચે પડી હતી.જેથી તમામ મજુરો ઉપર એંગલો પડવાથી તમામ એંગલો નીચે દબાઇ ગયા હતાં.જેથી મીલમાં કામ કરતાં મજુરો દોડી આવ્યા હતાં.અને એંગલો ઉંચી કરીને તમામને બહાર કાઢયા હતાં.

કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળા, ધોળકા અને ચાંગોદરની 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને તપાસ કરતાં કાળુંભાઈ ઉર્ફ નિલેશ કનુભાઇ ઠાકોર,અરમાનભાઇ અનવરભાઇ રાઉમા અને દિપકભાઇ ચંદુભાઇ પગીને ગંભીર ઇજા થઇ હોવાથી તેમનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.અને બાજુની મીલમાં કામ કરતો સુનીલ રાઠોડને ગંભીર ઇજા થઈ હોવાથી અમદાવાદ સોલા સીવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને ઈકબાલ, ગણપતભાઇ અને મહેન્દ્રભાઇને નાની-મોટી ઇજાઓ થવાથી બાવળાની રાધે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેથી ત્રણેયનાં મૃત્યુ થયા હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે અકસ્માતે મોત (એડી)નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામનગર ગામની એક સાથે ત્રણ વ્યકિતનાં મોત થવાથી ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.અને મોટી સંખ્યામાં ગામલોકો સરકારી દવાખાને દોડી આવ્યા હતાં. ત્રણેયની સ્મશાનયાત્રામાં આખુ ગામ જોડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...