તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સાંકોદરામાં ઉંદર અમારા ઘર તરફ કેમ છોડી મુકો છો તેમ કહી પાઈપથી હુમલો

બાવળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકો ઉંદરનું પાંજરુ લઇ બહાર ગયા તો અંદરથી ઉંદર નીકળી બાજુના ઘરમાં જતાં રહેતા પડોશીએ મહિલાને માથામાં પાઇપ મારી હતી, 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

બાવળા તાલુકાનાં સાંકોદરા ગામમાં ઘરમાં પાંજરામાં ઉંદરડી આવી ગઈ હતી જેથી છોકરાઓ પાંજરૂ ઘરની બહાર મુકીને રમતાં હતાં ત્યારે ઉંદરડી પાંજરામાંથી નીકળીને બાજુના ઘરમાં જતી રહેતાં તે ઘરવાળાએ ઉંદર અમારા ઘર તરફ કેમ છોડી મુકો છો તેમ કહી લોખંડની પાઇ૫થી માર મારતાં માથાનાં ભાગે મહીલાને વાગતાં અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મહિલાએ અમદાવાદ સારવાર માટે લઇ જઇને તેણે બાવળા પોલીસમાં 4 વ્યક્તિ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સાંકોદરા ગામમાં રહેતાં વિદ્યાબેન રતીલાલ રાઠોડ (કોળી પટેલ) સવારમાં છ વાગે તેના પતિ સાથે ચા - પાણી કરતા હતા. અને તેમના બન્ને દિકરા ઉંદર પકડવાના પાંજરામા રાત્રે ઉદર પુરાયેલા હતા. જે ઘરની અંદર જોતા હતા. જેથી તેમને કહ્યું કે તમે રહેવા દો હું બહાર મુકી આવું છું. અને નાના છોકરાઓ રમતા રમતા આ ઉંદર પકડવાનું પાંજરૂ લઇ ઘરની બહાર આવ્યા હતાં. તેઓના હાથે પાંજરામાંથી ઉદર બહાર નિકળી જતાં બહાર બોલાચાલીનો અવાજ આવતા તેઓ તેમનાં પતિ ચા પીતા પીતા બહાર આવ્યા હતાં.

તેમની સામે રહેતા હંસાબેન, તેમના પતિ અલપેશભાઇ ધરમશીભાઈ બંને છોકરાને જેમ ફાવે તેમ બોલતો હતા અને કહેતા હતા કે તમે આ પાંજરામાંથી ઉંદર અમારા ઘર તરફ કેમ છોડી મુકયા છે. જેથી તેમણે કહેલું કે મારા છોકરાઓએ રમતા રમતા ભુલથી છોડી મુક્યા હશે . તેમની ભુલ થઇ હું માફી માગું છું તેમ કહેતા હંસાબેન અને અપેશભાઇ તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં અને બાજુમાં રહેતા ભાવનાબેન અને તેમના પતિ નરોત્તમભાઇ ધીરૂભાઇ પણ હંસાબેનનું ઉપરાણું લઇને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં.

જેથી તેમને ગાળો બોલવાની ના પાડતાં ભાવનાબેન એકદમ ઉશ્કેરાઇ ગયા હતાં અને ઘરેથી લોખંડની પાઇપ લઇને આવીને વિધ્યાબેન સાથે ઝપાઝપી કરી લોખંડની પાઇપ માથામાં મારતાં લોહી નીકળતાં બુમાબુમ કરતા આજુબાજુના માણસોએ આવી જઈને છોડાવ્યા હતાં.ચારેય જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા. ભાવનાબેને ધમકી આપી હતી કે આ વખતે તું બચી ગઇ છું તને તો પુરી કરી નાખવાની છે.

અન્ય સમાચારો પણ છે...