બાવળાના સાકોદરમાં ઘરના સભ્યો ધાબુ મશીનથી તોડવાનુ કામ કરતા હતાં, તે વખતે પાડોશીએ કહ્યું કે રાત્રે અવાજ થાય છે. જેથી ધાબુ રાત્રે નહીં તોડવાનુ કહીં ઝઘડો કરીને ગાળો બોલી ગડદા પાટુનો માર મારીને ઇંટનો ટુકડો લઇ છુટો મારતા 1ને માથાના ભાગે વાગતાં ઇજા થઇ હતી.
બાવળાના સાંકોદરામાં આવેલી હનુમાન ફળીમાં રહેતાં જેસલભાઇ ઇશ્વરભાઇ મકવાણા મજુરી કરીને પરિવાર ચલાવે છે. તેમણે કેરાળા જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સાંજના સાડા 7 વાગ્યે તે તથા તેમના બંને દિકરા, પત્નિ સુરજબેન તથા દિકરી સંધ્યાબેન તેમના ઘરનું ધાબુ તોડવાનુ કામ ચાલુ હોવાથી ધાબુ તોડાવાનું બ્રેકર મશીનથી ધાબુ તોડાવાનુ કામ કરતા હતા. તે વખતે તેમના ધાબા ઉપર પાડોશી અશોકભાઇ નાનુભાઇ પરમારે(કોળી પટેલ)આવીને કહ્યું કે તમે રાત્રે ધાબુ તોડવાનું કામ બંધ કરી દો, અવાજ આવે છે.
સવારે ધાબુ તોડવાનું કામ કરજો. જેથી ફરિયાદીએ કહ્યું કે અમારા ઘરનું કામ છે. અમે ગમે તે વખતે કરીએ. તું અમને ન કહેવા આવીશ. જેથી તે ઉશ્કેરાઇ જઇને જેમફાવે તેમ બિભત્સ ગાળો બોલવા લાગતાં, તેને ગાળો બોલવાની ન પાડતાં ફરિયાદીને ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો. થોડીવારમાં અશોકનું ઉપરાણુ લઇને તેના બંને દિકરા સહદેવ અને અમિત આવી ગયા હતા અને સહદેવ હાથમાં ઇંટ લઇને મારવા લાગતાં ઇંટનો છુટો ટુકડો ફરિયાદીના પત્નિ સુરજબેનને માથાના ભાગે વાગતાં માથામાં ઇજા થઇ હતી.
જેથી ફરિયાદીના બંને દિકરા વચ્ચે પડીને વધુ માર માંથી છોડાવ્યા હતા. અને અમિતભાઇ કહેવા લાગ્યા કે તમે બાપ દિકરાને એકવાર કહીએ તો પણ સમજતા નથી હવે પછી જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપીને ત્રણેય જતાં રહ્યા હતા. કેરાળા પોલીસમાં ત્રણેય વ્યકિત સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.