મારામારી:બાવળાના રોહીકામાં શાકભાજીની રેકડી લઇ નીકળતો નહીં તેમ કહી માર માર્યો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરાના પ્રેમસંબંધ બાબતે સમાધાન થયું હોવા છતાં મારામારી
  • બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બાવળા તાલુકાના રોહીકા ગામમાં પ્રેમસંબંધ બાબતે સમાધાન થયું હોવા છંતા તેનુ મનદુ:ખ રાખીને જેમ ફાવે તેમ ગાળો બોલીને હાથમા ખોળીવાળી લાકડી લઈને કહ્યું કે, તારી શાકભાજીની રેંકડી લઇ નીકળતો નહીં નહીંતર તારા તથા તારા પરીવારનાં હાથપગ ભાંગી નાખીશ તેવી ધમકી આપી લાકડી મારી ઇજા કરતાં બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બાવળા તાલુકાના રોહીકા ગામમાં રહેતાં વિક્રમભાઇ જીવરાજભાઇ સોલંકી(કોળી પટેલ)એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, મારા દિકરાને ગામની દિકરી સાથે પ્રેમ સંબંધ થઇ જતાં અમારા સમાજનાં માણસોએ ભેગા થઇને છોકરા છોકરીને સમજાવીને સમાધાન થઇ ગયું હતું. 2 મહીના સુધી મારા દિકરાને બહાર ગામ રાખવાનું નક્કી થતાં તેને બગોદરા મારા બહેનનાં ઘરે મોકલી દિધો હતો.

હું મારા ઘરની ખડકીએ ઉભો રહ્યો હતો તે દરમ્યાન રધુ તેમના ઘરનાં ધાબા ઉપર હોવાથી મને જોઇ જતાં હાથમાં લાકડી લઇને મારી પાસે આવીને કહેવા લાગ્યું કે તારી શાકભાજીની રેકડી લઈને નીકળતો નહીં, નહીતર તારી રેકડી ભાંગી નાંખીશતેમ કહિ માર મારતાં હોઠે ઇજા થઇ હતી. જેથી સારવાર અર્થે દવાખાને લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...