તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રોહીકામાં ‘હોટલ મારી છે ખાલી કર’ તેમ કહી લાકડીથી માર માર્યો

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોહિકા ચોકડી પાસે ચા-પાણીની હોટલ ભાડેથી રાખી ચલાવતા શખ્સને પડોશની હોટલના માલિકે લાકડી લઇ આવી ધમકી આપી

બાવળા તાલુકાનાં રોહીકામાં હોટલ મારી છે ખાલી કર તેમ કહી લાકડીથી તેમજ ઢીકા પાટુનો માર મારી ફરી બીભત્સ ગાળો બોલી જાન થી મારી નાંખવાની ધમકી આપતાં બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં રહેતાં રોહીતભાઇ જીવણભાઇ મેર (મુળ રહેવાસી, સરલા તા.બાવળા) બગોદરા પાસે આવેલી રોહિકા ચોકડી પાસે ચા - પાણીની હોટલ રોહીકાના ગૌતમભાઇ ધુડાભાઇ પરમા૨ પાસેથી ભાડે રાખીને ચલાવે છે.

તે પોણા અગીયારક વાગે હોટલનાં ખાટલા ઉપર બેઠા હતાં.ત્યારે હોટલની બાજુમાં આવેલી હોટલવાળા જોરૂભાઇ સીભાભાઇ ૫૨મા૨(કોળી ૫ટેલ) લાકડી લઇને આવ્યા હતાં. અને જોર જોરથી કહેવા લાગ્યા કે આ હોટલ અમારી છે તું આ હોટલ ખાલી કરીને જતો રહે. જેથી મેં કહ્યું કે આ હોટલ મેં ગૌતમભાઇ પાસેથી બે લાખ રૂપિયા ડીપોઝીટથી ભાડે રાખી છે.

મને ગૌતમભાઇ પાસેથી બે લાખ ડીપોઝીટના પૈસા પાછા અપાવી દો તો હું આ હોટેલ ખાલી કરીને જતો રહીશ.તેમ કહેતા જોરૂભાઇ એકદમ ઉશકેરાઇ જઇને તેમના કુંટુંબી માણસોને બુમો પાડી બોલાવતાં અલ્પેશભાઇ જોરૂભાઇ પરમાર, કુશલભાઇ સગરામભાઇ પરમાર, વીરજીભાઇ કુશલભાઇ પરમાર, ધમાભાઇ સગરામભાઇ પરમાર, બળદેવભાઇ ધમાભાઇ પરમાર તથા તળશીભાઇ સગરામભાઇ પરમાર લાકડીઓ લઈને આવીને મને હોટલ ખાલી કરી જતા રહેવાનું જોર જોરથી બુમો પડતા ગાળો બોલી કહેતા હતાં.

તેમને ગાળો બોલવાની ના પાડતા આ જોરૂભાઇ એકદમ ઉશકેરાઇ જઇને કપાળે અને પગે લાકડી મારી હતી. બીજા માણસોએ મને ગડદા પાટુનો માર માર્યો હતો. હોટલે હાજર ભયરામએ છોડાવ્યાં હતાં.જેથી તેમણે બે દિવસમાં આ હોટલ ખાલી કરી નાંખજે નહીતર તને જાનથી મારી નાંખશું. તેવી ધમકી આપીને જતા રહ્યા હતાં.જેથી તેમને ઇજા થઇ હોવાથી બાવળા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...