તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાવળામાં ચોરોએ તરખડાટ મચાવ્યો છે. એક જ રાતમાં 11 દુકાનોનાં તાળા તોડી રોકડા તેમજ કુમારશાળામાં પ્રોજેકટર અને વિઠ્ઠલ આશ્રમમાંથી બાઇકની ચોરી થવા પામી છે.બાવળા પોલીસે ચોરીની ફરીયાદ નોંધીને ફીંગર પ્રિન્ટ અને એફ.એસ.એલ.ની ટીમને બોલાવીને ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દુકાનોનાં સી.સી.ટી.વી. કેમેરામાં બે ચોરો તાળા તોડતાં કેદ થઈ ગયા છે. તસ્કરો 11 દુકાનમાંથી આશરે 4 લાખની મતાની ચોરી કરી પલાયન થયા હતા.
બાવળામાં લાંબા સમય પછી ચોરોએ તરખડાટ મચાવ્યો છે.એક જ રાતમાં આર એ.પટેલ માર્કેટમાં આવેલી 11 દુકાનો, કુમારશાળામાં અને વિઠ્ઠલ આશ્રમમાંથી બાઇકની ચોરી કરીને નાશી છૂટયા હતાં.બાવળામાં નવી બજાર પાસે આવેલા આર.એ.પટેલ માર્કેટ આવેલું છું. આ માર્કેટમાં પ્રવેશ માટેનાં બે મોટાં ગેઇટ બનાવવામાં આવ્યા છે. અને રાત્રે તે બંધ કરી દેવામાં આવે છે.અને તેમાં એક ચોકીદાર પણ રાખવામાં આવ્યો છે.
આ ચોકીદાર રાત્રે લગ્નમાં ગયો હતો જેથી ચોરોએ વલ્લભનગર સોસાયટી પાસે આવેલી આર.એ.પટેલ માર્કેટની દિવાલ તોડીની આશરે રાત્રે 12 -30 વાગે અંદર પ્રવેશ કરીને વારાફરતી 11 દુકાનોનાં તાળાનાં નકુચા તોડીને અંદર પ્રવેશ કરી ગલ્લામાં રહેલી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.જેમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી 1500 રૂપીયા, મહાવીર સ્ટોરમાંથી 11000 રૂપીયા તેમજ કાજુ-બદામ દુકાનમાં ખાધા હતાં અને સાથે લઈ ગયા હતાં તેમાંથી થોડા જે દિવાલ તોડી હતી ત્યાં નાંખ્યા હતાં.
મમતા શુઝની દુકાનમાંથી આશરે 70000 રૂપીયા, માં ભવાની ગારમેન્ટની દુકાનમાંથી આશરે 85000 રૂપીયા, રોયલ ફેશનની દુકાનમાંથી આશરે 75000 રૂપીયા, નવરંગ શણગારની દુકાનમાંથી આશરે 1,05,000 રૂપીયા, આશાપુરા રેડીમેઇડ સ્ટોરમાંથી 17000 રૂપીયા, મીનેષ ટેલરમાંથી ગ્રાહકનાં સીવડાવેલા 10 જોડી કપડા અને 1000 રૂપીયા રોકડા, ગુજરાત સીલેકશનમાંથી કંઇ મળ્યું નહોતું. તેમજ ઝવેરાત સોના-ચાંદીના શો-રૂમનું એક તાલુ તૂટયું હતું.અને બાકીનાં તાળા નહીં તુંટતાં બચી જવા પામ્યો હતો. આ માર્કેટનાં ઘણા સી.સી.ટી.વી. કેમેરામાં તાળા તોડતાં અને દુકાનમાંથી બે ચોરો ચોરી કરતાં કેદ થઈ જવા પામ્યાં છે. ત્યારબાદ કુમાર શાળાનાં તાળા તોડીને અંદરથી પ્રોજેક્ટરની ચોરી કરી હતી. તેમજ બસ સ્ટેશન પાસે આવેલા વિઠ્ઠલ આશ્રમમાંથી 25000 રૂપીયાના બાઇકની ચોરી થવા પામી હતી.
સવારે દુકાનો ખોલવાનાં સમયે વેપારીઓ દુકાન ખોલવા આવતાં ખબર પડી હતી કે માર્કેટમાં 11 દુકાનોનાં તાળા તુંટયા છે.જેથી વેપારીઓ ભેગાં થયા હતાં અને હાહાકાર મચી જવા પામ્યો હતો.તેમજ ચોરીનો મુદ્દો ટોક ઓફ થી ટાઉન બન્યો હતો.તેમજ સસ્તા અનાજની દુકાનનાં માલીક કનુભાઈ પટેલે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.અને બાકીનાં વેપારીઓ, કુમારશાળાનાં આચાર્ય અને વિઠ્ઠલ આશ્રમમાંથી બાઇક માલીક પણ ફરીયાદ આપવા ગયા હતાં પરંતુ પોલીસે કનુભાઈની ફરીયાદ લીધી હતી અને બાકીનાં જવાબમાં લેવામાં આવશે તેવું પી.આઇ.આર.ડી.સગરે જણાવ્યું હતું.તેમજ ફરીયાદનાં આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી એફ.એસ.એલ. અને ફીંગર પ્રિન્ટની ટીમને બોલાવીને ચોરોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.