તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શારીરિક ત્રાસ:કેશરડી ગામમાં વહુને ક્યારે પાછી આપવાની છે તેમ કહી માર માર્યો

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહિલા દરણું દળાવવા ગઇ ત્યારે અન્ય મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ

બાવળા તાલુકાનાં કેશરડી ગામની મહીલા ઘંટીએ દરણુ દળાવવા ગયા હતા ત્યારે ગામની મહીલા એ મારી વહુને ક્યારે પાછી આપવાની છે ? તેમ કહી ઉશ્કેરાઈ જઈને ગંદી ગાળો બોલી લાફા મારી , ગાલ ઉપર ઉઝરડા કરી ઝપાઝપી કરીને જમીન ઉપર નીચે પડી જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં રહેતાં હેમીબેન નરસિંહભાઇ મકવાણા સાંજના સમયે દરણું દળાવવા ગામની બજારમાં આવેલી જગાભાઈની ઘંટીએ ઘંઉનો લોટ દળાવવા ગયા હતા.

ત્યારે ત્યા ઘંટી ઉપર ગામના વીજુબેન કરમશીભાઈ કોળી પટેલ ત્યાં બેઠા હતા. અને તેઓ કહેવા લાગ્યા કે મારી વહુને ક્યારે પાછી આપવાની છે ? તેમ કહેતા તેમણે કહ્યું કે તેઓની શોધખોળ કરીએ છીએ. તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને ગાલ ઉપર લાફા મારી ગાલ ઉપર લહુરીયા માર્યા હતાં અને ઝપાઝપી કરીને નીચે જમીન ઉપર નીચે પડી ગયા હતાં. અને નીચે પછડાતા આગળના બે દાંત હલવા લાગ્યા હતાં.અને ત્યાં હાજર ગામના લોકોએ છોડાવ્યા હતાં.

જેથી તે ઘરે જવા નીકળતાં વિજુબેને કહ્યું કે અમારી વહુ પાછી આપી દેજો નહીં તો કોઇને જીવતા નહી જવા દઈએ તેવી ધમકીઓ આપી હતી.જેથી તેમણે બાવળા પોલીસમાં માર માર્યાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો