તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જુવાલમાં પરીણિતાને ગામની વ્યક્તિનો ખેતરમાં ખેંચી જઈ આબરૂ લેવા પ્રયાસ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરણીતાએ તેનાથી છટકી જઈને ઘરે આવીને ઘટનાની જાણ કરતા બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી

બાવળા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં જુવાલ ગામની પરણીતા પોતાના ખેતરમાં કામ કરીને ઘરે પરત જઈ રહી હતી ત્યારે ગામની જ વ્યક્તિ બાઇક લઈને આવીને કહ્યું કે મારે તારી સાથે સંબંધ બાંધવો છે.નહીં બાંધે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળજબરીથી ખેતરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પરણીતાએ તેનાથી છટકી જઈને ઘરે આવીને ઘટનાની જાણ કરીને બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાણંદ તાલુકામાં જુવાલ ગામમાં સંયુક્ત કુંટુંબમાં રહેતી પરણીતા બપોરના અગીયાર વાગ્યે તેના સસરા સાથે કાંકરીયુ નામથી ઓળખાતા ખેતરમાં ખેતી કામ માટે ગયા હતા .તેના પતિ બાવળા ગયા હતા.ખેતીકામ પુરૂં કરીને બપોરે અઢી વાગ્યે ખેતરથી કામ પતાવીને પરણીતા ઘરે આવવા માટે એકલી નીકળી હતી.ત્યારે આશરે ત્રણ વાગ્યે ગામના મેઘાભાઇ ધમાભાઇ કોળી પટેલના ખેતર પાસે આવતા ગામનો પ્રવિણ ઉર્ફે પદી ધીરૂભાઇ કોળી પટેલ બાઇક લઇને આવ્યો હતો અને કહ્યું કે તું ઉભી રહે તારૂં કામ છે.

જેથી તેણે કહ્યું કે તારે મારું શું કામ છે તેવું કહેતાં પ્રવિણે કહ્યું કે તારી સાથે મારે સંબંધ રાખવો છે અને જો તું મારી સાથે સબંધ નહી રાખે તો હું તારા પતિને તારી ખોટી વાત કરીને હેરાન પરેશાન કરીશ. ધમકી આપીને પરણીતાનો હાથ પકડીને ખેતરમાં લઇ જવાનું કહેતા તેણે હાથ છોડાવીને ત્યાંથી દોડીને ભાગીને ગામમાં આવી ગઇ હતી.અને પ્રવિણ પણ પાછળ પાછળ આવ્યો હતો અને ગામ નજીક આવતાં કહ્યું કે મારો શોખ પુરો કરી દેજે અને તારે જેને કેવું હોય તેને કેજે પણ હું તારી પાછળ તો આવવાનો જ તેમ કહીને બાઇક લઇને ભાગી ગયો હતો.

જેથી પરણીતાએ ઘરે જઈને તેના પતિ, દીયર અને સાસુ સસરાને બનેલી ઘટનાની જાણ કરી હતી. જેથી તેના પતિએ પ્રવિણના ઘરે ઠપકો આપવા માટે ગયા હતાં ત્યારે પ્રવિણ ઘરે હાજર નહોતો અને તેનો ભાઇ શ્રવણ હાજર હતો જેથી તેને ઘટનાની વાત કરતાં તેણે કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો અને તમે પ્રવિણ વિરુધ્ધમાં ફરીયાદ કરી દો.જેથી પરણીતાએ બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...