બાવળા તાલુકાનાં જીવાપુરા રૂપાલમાં દુકાન આગળ ગાડીનાં આગળનાં કાચ ઉપર બેટ મારી નુકશાન કરીને લાકડી મારી મારીને જેમ ફાવે તેમ ગાળો બોલીને ગડદા પાટુનો માર મારીને ગાડીના તમામ કાચ તોડી નાંખીને નુકશાન કરીને મારી નાખવાની ધમકી આપતાં બાવળા પોલીસમાં 6 વ્યકિત સામે ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રૂપાલનાં જીવાપુરા પાણીની ટાંકી પાસે રહેતાં તૌફીકભાઇ અમનભાઇ ઘાંચીએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગઇ 22 તારીખે બપોરે મારા ઘરેથી મારી મારૂતી લઇને કેરાળા જવા નીકળ્યો હતો અને મારા ઘરની બહાર રોડ ઉપર ગાડી લઇને આવતાં ગામમાં રહેતાં અલ્ફાઝભાઈ મહેમુદભાઇ વોરા અને મહેમુદભાઇ ઇબ્રાહીમભાઇ વોરા બન્ને જણા ઇરફાનનાં ગલ્લા આગળ ઉભા હતાં. તે વખતે અલ્ફાઝ બેટ લઈને ગાડી તરફ આવીને ગાડીનાં આગળના કાચ ઉપર માર્યું હતું જેથી મારી ગાડી ઉપરનો કાબુ જતો રહેતા ગાડી રોડની સાઇડમાં મુકેલા પથ્થર ઉપર ચડી જઈને ગાડી બંધ થઇ ગઇ હતી જેથી હું નીચે ઉતરતાં મહેમુદભાઇ વોરા લાકડી લઇને આવીને મને મારવા જતાં મે તેમને રોકી રાખેલ તે વખતે બીજા પણ માણસો ઉભા હતાં.
જેમા ઇરફાન મહેમુદભાઇ વોરા અને મુસ્તુફાભાઇ ઇબ્રાહીમભાઇ વોરા મને મારવા આવ્યા હતાં. તે વખતે મારે અને મહેમુદભાઇ ઇબ્રાહીમભાઇ વોરા સાથે ઝપાઝપી થઈ હતી અને તેમણે મને લાકડી મારી હતી. તે વખતે હું ત્યાંથી ભાગવા જતાં અલ્ફાઝ, ઇરફાન અને મુસ્તાફાભાઇએ મને ગાળો બોલી ગડદા પાટુનો માર માર્યો હતો અને કહેતા હતા કે સવારમાં તુ અમારી સામે કેમ બોલતો હતો તને બહુ પાવર છે તેમ કહીને માર માર્યો હતો અને તેમનું ઉપરાણુ લઇ સલીમભાઈ વોરા અને સાહિદભાઈ વોરા મારી પાસે આવીનેઅને અલ્ફાઝ અને ઇરફાને મને પકડી રાખી મુસ્તુફાભાઇએ ગડદા પાટુનો માર માર્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.