માર માર્યો:બાવળામાં આદરોડા ચોકડીએ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી માર માર્યો

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 4 વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બાવળામાં આવેલી આદરોડા ચોકડી પાસે ખેતરમાં પાઇપલાઇન નાખવા બાબતે અગાઉ થયેલી બોલાચાલી ઝઘડાનું મનદુ:ખ રાખીને લાકડાનાં ધોકાથી આડેધડ માર મારી મુઢ ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં હસનનગરમાં આવેલા રાણીયાવાસમાં રહેતાં રમણભાઈ ડાહ્યાભાઈ ચાવડાએ બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સવારે સી.એન.જી. રિક્ષામાં ગામના ગૌરીબેન કોળી પટેલ અને બીજા પેસેન્જરો લઈને હું બાવળા આવવા નીકળ્યો હતો. ગૌરીબેન સાથે હું રીક્ષા લઈને બાવળા બજારમાં ખરીદી કરીને અમારા ગામ હસનનગર જવા નીકળ્યા હતાં.

અમે બાવળાની આદરોડા ચોકડી પાસે પેસેન્જર લેવા ઊભા હતાં તે વખતે અમદાવાદ બોપલ ખાતેનાં શાંતિપૂરા સર્કલ પાસે રહેતાં અમારા ગામનાં રણછોડભાઈ આલજીભાઈ ચાવડા તેમના પત્ની શારદાબેન, તેમનો દીકરો નવનીત ઉર્ફે નવલ, બીજો એક ભાઈ જેને હું ઓળખતો નથી તે ચારેય જણાં હાથમાં લાકડાના ધોકા લઈને મારી પાસે આવ્યા હતાં અને પાઈપ લાઈન નાખવા બાબતનું મનદુ:ખ રાખીને મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં.

જેથી મેં તેમને ગાળો બોલવાની નાં પાડતાં ચારેય જણા મારા ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈને લાકડાનાં ધોકાથી માર મારવા લાગ્યા હતાં જેથી શરીરે મુઢ ઈજાઓ થતાં બુમાબુમ કરતાં આ લોકો ધોકા લઇને જતાં રહ્યા હતાં અને જતાં જતાં ધમકી આપી હતી.જેથી ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...