તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:બાવળા તાલુકા પંચાયતમાં ઉપવાસીની તબિયત લથડી, ઉપવાસીને ચક્કર આવતાં 108 બોલાવાઇ

બાવળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે

બાવળા તાલુકા પંચાયત કચેરીમાં મળેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને સામાજીક ન્યાય સમિતિની ૨ચના કરવામાં આવી હતી. જેમાં સામાજીક ન્યાય સમિતિની રચનામાં ટી.ડી.ઓ.એ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરીને કોગ્રેસનાં સભ્યોએ ટી.ડી.ઓ. ઓફીસની બહાર જ ઉપવાસ ઉપર બેસી ગયા છે.બીજા દિવસે કચેરી કંમ્પાઉન્ડમાં ઉપવાસ ચાલુ રાખતાં બપોરે ઉપવાસીને ચક્કર આવતાં 108 ને બોલાવી હતી.તેમની માંગણી છે કે જયાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલું રહેશે.

બાવળા તાલુકા પંચાયત કચેરીમાં મળેલી સામાન્ય સભામાં ભાજપે બહુમતીનાં જોરે કારોબારી સમીતીની રચના કરી દીધી હતી.કોગ્રેસના સભ્ય મહેન્દ્રભાઇ શ્રીમાળીએ તાલુકા વિકાસ અધિકારીએ ગેરરીતી કરીને રચના કરી દીધી છે તેવા આક્ષેપો કરીને તેમનાં સભ્યો સાથે ટી.ડી.ઓ.ની ચેમ્બરની બહાર જ ઉપવાસ ઉપર બેસી ગયા છે. અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલું રાખવાનાં છે.

તેમજ તેમણે સામાન્ય સભાની પ્રોસેડીંગની કોપી માંગી હતી પરંતું તાલુકા વિકાસ અધિકારીએ પ્રોસેડીંગની કોપી આપવાની ના પાડી દીધી હતી.જેથી તેમણે ઉપવાસ આંદોલન ચાલું રાખ્યું છે.બીજા દિવસે બપોરે ઉપવાસી મહેન્દ્રભાઇને ચક્કર આવતાં 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108 તરત જ તાલુકા પંચાયત કચેરીમાં પહોંચી જઈને બી.પી.અને ઓક્સિજનની તપાસ કરતા નોર્મલ આવતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...