તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:બાવળાના બગોદરામાં ખેડૂતનો અઢી તોલાનો સોનાનો હાર અને બાઇક લઇ ગઠિયો ફરાર

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને ફરાર થતાં બાવળા પોલીસમાં ફરિયાદ
 • દીકરાનાં લગ્ન હોવાથી તમારો સોનાનો ચેઈન જેવો ચેઇન બનાવવો છે સોનીની બતાવીને પાછો આપી જાઉં તેમ કહી ચેઇન લઇને ફરાર થયો

બાવળા તાલુકાનાં બગોદરામાં રહેતાં ખેડૂત અને તેમની હોટલ 8 દિવસ રોકાણ કરીને મિત્રતા બાંધીને પોતાના દિકરાનાં લગ્ન હોવાથી તમારા જેવી સોનાની ચેઇનનો ઘાટ બનાવવો હોવાથી સોનીને બતાવવા આપો તેમ કહીને અઢી તોલાની સોનાની ચેઇન અને તેમનું બાઇક લઇ નાશી છૂટતાં બગોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બાવળા તાલુકાનાં બગોદરામાં આવેલા પગીવાસમાં રહેતાં ભુપતભાઇ શીવાભાઇ કંથડીયા ખેતી કરીને અને હોટલનો ધંધો કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે.

તેમણે બગોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 2/2/20 ના રોજ તેની હોટલે એક હોજેફાભાઇ દાઢીવાળો આવ્યો હતો અને હોટલે રોકાયો હતો. તે દરમ્યાન હોજેફાભાઇ સાથે બેઠક થતા મિત્રતા થઇ હતી. તે હોટલે આઠ દિવસ રોકાયો હતો જેથી ગાઢ મિત્રતા થઈ હતી.જેથી તેણે જણાવ્યું કે મારા દિકરાના લગ્ન રાજકોટ છે જેથી તમારા પરીવારે અમારા ઘરે લગ્નમાં આવવાનું છે. તે તારીખ 11ના રોજ સવારે નવ વાગે હોટલે હાજર હતો તે વખતે હોજેફાભાઇ આવ્યા હતાં.

અને જણાવ્યું હતું કે મારા દિકરાના લગ્ન હોવાથી તમારા ગળામાં પહેરેલી સોનાની ચેઇન જેવા ઘાટવાળી ચેન મારા દિકરાના લગ્ન માટે બનાવવી છે. તો મને તમારા ગળામાં પહેરેલી ચેઇન આપો. જેથી હુ કોઠ જઇ સોનીને બતાવી પરત આપી દઇશ.તમારૂં બાઇક આપો. હુ થોડીવાર માં કોઠ જઇ પાછો આવુ છુ. તેમ કહેતા આશરે અઢી તોલાની સોનાની ચેઇન અને બાઇક હોજેફાભાઇ હોટલેથી લઈને જતા રહ્યા હતાં.હોજેફાભાઇનું સાચું નામ હોજેકોસ અલીમહંમદ જેધવા રહેવાસી, કેશરપુરા ગામ, મકકા મજીદ પાસે તા. ઇડર, જી.સાબરકાંઠાનું જાણવા મળ્યું હતું.જેથી તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો