તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ગંદા પાણીના પ્રશ્નનો 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉપવાસ થશે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાં આલોકસિટી બહાર રોડ પર ગટરના પાણી ભરાતાં ભારે મુશ્કેલી
  • હવે અમારે ના છૂટકે તેઓની સામે કડક પગલા ભરવા પડશે : સીઓ

બાવળા પાલીકા હદવિસ્તારમાં આવેલી નારાયણ રેસિડેન્સી અને આલોક સિટી વચ્ચેનાં જાહેર રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાઇ ભરાઇ રહ્યું છે.લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ રહ્યું હોવાથી અતિશય દુર્ગધ મારે છે. તેમજ ગંદા પાણી ભરાઇ રહેવાથી માંખી - મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.રોડ ઉપર ગંદુ પાણી ભરાઇ રહ્યું હોવાથી રહીશોને અને વાહન ચાલકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.

આ બાબતે પાલીકા તંત્રમાં અનેક વખત રજુઆતો કરવામાં આવી છે.છતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી .જેથી આ વિસ્તારનાં રહીશો અને બાવળા યુવા કોંગ્રેસનાં શહેર પ્રમુખ વિક્રમસિંહ વાળાએ નગરપાલિકામાં આવેદનપત્ર આપીને રજુઆત કરી છે કે અમારી સમસ્યાનું નિવારણ 7 દિવસમાં નહીં લાવવામાં આવે તો ગાંધીનગર સચિવાલય સ્વચ્છતા મિશનમાં અને પ્રધાનમંત્રીની ઓનલાઈન ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરીશું. તથા ગાંધીજીના માર્ગે અમો નગરપાલિકા ઉપર ઉપવાસ ઉપર બેસીશું.

આ બાબતે ચીફ ઓફીસર સિદ્યાર્થભાઇ પટેલે જણાંવ્યું હતું કે આલોક સીટી બહારનાં રોડ ઉપર જે પાણી ભરાય છે તે ભૂગર્ભ ગટરનું નથી.પરંતું તેની સામે આવેલા સેટેલાઇટ પાર્ક ફલેટનાં ટ્રીંટ્રમેન્ટ પ્લાન્ટનું પાણી બહાર આવે છે. તેઓ તેમનો ટ્રીંટ્રમેન્ટ પ્લાન્ટ મેન્ટેન કરતાં નથી અને તેમનું પાણી રોડ ઉપર આવે છે. અમે તેમને આ બાબતે નોટિસ પણ આપેલી છે.ભૂગર્ભ ગટરનું પાણી હોય તો તરત જ અમે નિકાલ કરી દઈએ. હવે અમારે ના છૂટકે તેઓની ઉપર કડક પગલા ભરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...