તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બાવળામાં યુવાનને ફોન કરીને બોલાવી માર મારી ધમકી અપાઇ

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝઘડો થયો હોવાથી અમને છોડાવા આવ તેમ કહી બોલાવ્યો હતો
 • યુવકના માથામાં ટોમી મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બાવળામાં માર્કેટયાર્ડ સામે દશામાંનાં વાસમાં રહેતાં વિશાલભાઇ કાંતીભાઈ ઠાકોર ખાનગીમાં નોકરી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે રાતના સાડા આઠ વાગ્યે નોકરી ઉપરથી ઘરે જતો હતો ત્યારે બાવળા બોરડીવાળા જીનની સામે આવેલી આશાભાઇની ચાલીમાં રહેતાં અનિલભાઇ કાંતીભાઇ ઠાકોરનો ફોન આવ્યો હતો કે તુ લોંગ લાઇફ હોસ્પિટલની સામે આવ. અહીંયા તારા વાસના લકી મદનભાઇ શર્મા તથા વિપુલભાઇ વજુભાઇ કોળી પટેલ અને હોસ્પિટલની સામે રહેતા જયંતીજી ઠાકોરના છોકરા કેતન અને રાહુલ સાથે બિભત્સ ગાળો બોલી માથાકુટ કરે છે.

જેથી તું એમને અહીથી લઇ જા. જેથી તે ત્યાં ગયો હતો તો ત્યાં લક્કી શર્મા તથા વિપુલભાઇ ઝઘડો કરતા હતાં જેથી તેણે વચ્ચે પડીને છોડાવ્યા હતાં. અને ત્રણેય જણા ઘર તરફ આવતા હતા તે સમયે કેતન અને રાહુલ તથા વિશાલ ત્રણેય જણા અમારી પાછળ દોડીને આવ્યા હતાં અને કેતન, રાહુલ અને વિશાલે તેને પાછળથી પકડી લીધો હતો અને બિભત્સ ગાળો બોલી ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા અને અનિલ કાંતીભાઇ ઠાકોરે લોખંડની ટામી માથામાં મારતાં લોહી નીકળવા લાગ્યું અને તે નીચે પડી ગયો હતો જેથી તેની સાથેના લોકો ડરીને જતા રહ્યા હતાં.

ઘટનાની જાણ તેના ભાઇને થતાં તે દોડીને ત્યાં આવી જતાં વધુ મારથી છોડાવ્યો હતો. આ ચારેય જણાએ તેના ભાઇને પણ બિભત્સ ગાળો બોલી માર માર્યો હતો અને વધારે ઝઘડો થતાં આજુબાજુમાંથી માણસો ભેગા થઇ જતા તેઓએ હવે પછી સામે મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને જતાં રહ્યા હતાં. તેણે બાવળા પોલીસમાં કેતન, રાહુલ, વિશાલ અને અનિલ ઠાકોર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો