તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:બગોદરા પાસેથી દવાઓના બોક્સની નીચે સંતાડી લઇ જવાતો રૂ. 20.25 લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે પાર્ક ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. - Divya Bhaskar
પોલીસે પાર્ક ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.
  • બગોદરામાં હોટલ સામેના પાર્કિંગમાંથી બંધ બોડીની ટ્રકમાંથી 5400 વિદેશી દારૂની બોટલો LCB એ પકડી
  • દારૂ, ટ્રક સહિત 46.41 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો, જથ્થો ક્યાંથી ક્યા લઇ જવાતો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી

બાવળા તાલુકાનાં બગોદરામાં આવેલા વટામણ ત્રણ રસ્તા ઉપર આવેલી હોટલની સામેના પાર્કીંગમાં પડેલી બંધ બોડીની ટ્રકમાં દવાના બોક્ષ નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.તેવી બાતમી એલ.સી.બી.ની ટીમને મળતાં એલ.સી.બી.ની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને બાતમી મુજબની બંધ બોડીની ટ્રકમાંથી દવાના બોક્ષની નીચેથી વિદેશી દારૂની 450 પેટીમાંથી 5400 બોટલો મળી આવી હતી.જેથી એલ.સી.બી.એ 20,25,000 રૂપીયાનો વિદેશી દારૂ મળી કુલ 46,41,355 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી નાશી છૂટેલા ટ્રક ચાલક અને બુટલેગરોને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ જીલ્લામાં દારૂ-જુગારનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે.તેમજ સૌરાષ્ટ તરફ મોટા પ્રમાણમાં બહારના રાજયમાંથી વિદેશી દારૂ બગોદરા થઈને જઈ રહ્યો છે.અને સ્થાનિક પોલીસ આંખ -આડા કાન કરતી હોવાથી અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં દારૂ- જુગારની પ્રવૃતિ સંદત્તર બંધ કરવાના હેતુસર દારૂબંધીની કડક અમલ થાય અને વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા માટે અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખરે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને સૂચના આપી હતી.

જેથી જીલ્લા પોલીસ વડાએ ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીગ કરી પરીણામલક્ષી કામગીરી કરવા માટે જીલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. જેથી તેના ભાગરૂપે એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. જી.એમ.પાવરા, પી.એસ.આઈ. આર.એસ.શેલાણા, એસ.એસ.નાયર અને તેમની ટીમે પોતાના બાતમીદારોને કામે લગાડયા હતાં. તેના પરીણામ સ્વરૂપે કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ પઢીયારને બાતમી મળી હતી કે બગોદરા- વટામણ ત્રણ રસ્તા ઉપર સહયોગ હોટલની સામેનાં પાર્કિંગમા બંધ બોડીની ટ્રક નંબર- UP - 21 CN - 2005માં દવાઓના બોક્ષ નીચે વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલો છે.

જે બાતમીનાં આધારે એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. જી.એમ.પાવરા , પી.એસ.આઇ. આર.એસ. શેલાણા , એસ.એસ. નાયર , એ.એસ.આઇ. હરિશચન્દ્રસિંહ સોલંકી , કોન્સ્ટેબલ દિલીપસિંહ પરમાર , હરદિપસિંહ વાળા , સુરેન્દ્રસિંહ ઝાલા , બિરેન્દ્રસિંહ ડાભી , વિપુલભાઇ પટેલ , જયદીપસિંહ પઢીયાર , અજયભાઇ બોળીયા , ખુમાનસિંહ સોલંકી , મહેન્દ્રસિંહ સોલંકી ,વિશાલકુમાર , રઘુવિરસિંહ ગોહીલ , ડ્રાયવર પો.કો. ભાનુભાઇ ભરવાડે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં બાતમી મુજબની બંધ બોડીની ટ્રક પડી હતી.જેની અંદર તપાસ કરતાં દવાનાં બોક્ષની નીચે સંતાડેલી 450 પેટીમાંથી 5400 બોટલો વિદેશી દારૂની મળી આવી હતી.જેથી એલ.સી.બી.એ 20,25,000 રૂપીયાનો વિદેશી દારૂ, 21,15,355 રૂપીયાનાં 448 દવાનાં બોક્ષ,5,00,000 રૂપીયાની ટ્રક,1000 રૂપીયાનું જી.પી.એસ. મળી કૂલ 46,41,355 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને બગોદરા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી કોણ લાવ્યું હતું અને કયાં પંહોચાડવાનો હતો, અને તેમાં કોણ કોણ બુટલેગરો સંડોવાયેલ છે. અને ટ્રક ચાલક કોણ હતો તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...