મુશ્કેલી:બાવળામાં વહેલી સવારે ભારે ધુમ્મસનાં કારણે વાહન ચાલકોને મુશ્કેલી

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા શહેર અને તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતાં ભારે ધુમ્મસ છવાયું હતું.જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. વાહનની આગળ શું જઈ રહ્યું છે તે ધુમ્મસનાં કારણે ક્યાંય પણ દેખાતું નહોતું.જેથી વાહન ચાલકોને સવારે પણ લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી.અને સાવ ધીમી ગતિએ જ વાહન ચલાવું પડી રહ્યું છે.તેમજ ધુમ્મસનાં કારણે ઝાકળ પણ પડયું હતું.

અન્ય સમાચારો પણ છે...