તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા:રાશમગામમાં ચૂંટણીનું મનદુઃખ રાખી મારી નાખવાની ધમકી આપી

વિવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બા‌વળા પોલીસે 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી

બાવળા તાલુકાનાં રાશમ ગામમાં ગઇ તાલુકા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કેમ નોધાવી હતી તેનું મનદુખ રાખીને જ્ઞાતી વિરૂદ્ધનાં અપશબ્દો બોલીને માર મારી મારી નાંખવાની ધમકી આપતાં બાવળા પોલીસમાં વ્યકિત વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળાનાં રાશમગાનાં વિક્રમભાઈ મકવાણાએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે રાત્રીના આશરે સાડા નવ વાગે ગામમાં દુકાનેથી ઘરે જતો હતો તે વખતે ગામના ઠાકોર પ્રદિપભાઈ હીરાભાઇ રસ્તામાં મળતાં તેમણે જ્ઞાતિ વિરૂદ્ધનાં શબ્દો બોલીને તમને તો શોધી શોધીને મારવાના છે અને બિભત્સ ગાળો બોલીને તાલુકા પંચાયતની ચૂંટણીમાં શું કામ ફોર્મ ભર્યું હતું તેમ કહીને ફેટ ૫કડી ધકકો મારી નીચે પાડી દીધો હતો.

તે વખતે ગળામાં પહેરેલી સોનાની ચેઇન ગમે તે રીતે ઝપાઝપીમાં પડી ગઈ હતી અને હું ઉભો થઇને દોડીને ઘરે જઇ મારામાતા પીતાને ઘટનાની વાત કરી હતી.પછી થોડીવારમાં જીતુભાઇ ઉર્ફે ટોલીયો હીરાભાઇ ઠાકોર, પ્રદીપભાઇ ઉર્ફે પદીયો હીરાભાઇ ઠાકોર, કીરીટભાઇ વેલાજી ઠાકોર, ખોડાભાઇ મપાભાઇ ઠાકોર ઘરે આવીને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી ઝગડો કરવા લાગતા તેમનાં મમ્મી પપ્પાએ મને ઘરમાં પુરી દીધો હતો. ત્યારબાદ આ ચારેય જણા જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતી જતા રહ્યા હતાં.

અને તે દરમ્યાન તેમનો ભાઇ અલ્પેશભાઇ હસમુખભાઇ મકવાણા ગાડી લઇ ઘરે આવતી વખતે રોડ પાસે ચામુંડા માતાના મંદિર આગળ અજીતભાઇ ઉર્ફે ટોલીયો, રાહુલભાઇ, વિજભાઇ, નરેશભાઇ, સંજયભાઇએ અલ્પેશભાઇ સાથે ફરીથી ઝગડો કરી ગાળો બોલીને લાકડીથ મારતાં લોહી નીકળતાં સરકારી દવાખાને લઇ ગયા હતાં. અને ત્યાં સારવાર કરાવીને બાવળા પોલીસમાં 8 વ્યકિતઓ વિરૂદ્ધ મારામારી, એટ્રોસીટી એકટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો