રજૂઆત:બાવળામાં ઉપવાસ ઉપર ઉતરેલા રહીશોની માગ પૂરી કરવાની ખાત્રી મળતાં પારણાં કર્યા

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગટર, પાણીની લાઇનન મુદ્દે રજૂઆત કરાઈ હતી

બાવળામાં આવેલા રામનગર -Bનાં રહિશોએ પાલિકા તંત્રને - ગટર, પાણીની લાઇનની અસુવિધાને લઈને રજૂઆત કરી હતી. અને સુવિધા નહીં અપાય તો પાલિકા કચેરી બહાર ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. સોસાયટીનાં રહિશો પાલિકા કચેરી બહાર ઉપવાસ ઉપર બેસી ગયા હતાં.

ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને સોસાયટીનાં રહિશો વચ્ચે મીટીંગોનો દોર ચાલુ થતા હતો. પણ કોઇ નિરાકરણ આવ્યું નહોતું. રાત્રે 8 વાગે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિહ યાદવની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઇ હતી. જેમાં બાવળા નગરપાલિકા તંત્રએ સોસાયટીનાં રહિશોની પ્રાથમિક સુવિધાઓની માંગણી અનુસાર ટી.પી. નો રસ્તો, સોસાયટીના આંતરિક રસ્તા સાથે જોડી આપવાની અને 10 દિવસમાં ટી.પી.ના રસ્તાનું દબાણ હટાવી આપી માટી પુરાણ કરી આપવાની બાંહેધરી આપી હતી. જેથી સોસાયટીનાં રહિશોને ચીફ ઓફિસર સિદ્ધાર્થભાઇ પટેલ, પ્રમુખ પ્રવિણભાઈએ ઠંડાપીણા પીવડાવીને પારણા કરાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...