કાર્યવાહી:બાવળાનાં શિયાળમાં ધારીયું, કોદાળી મારી ટ્રેક્ટરને નુકસાન કર્યું

બાવળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ લીધેલા રૂપિયા પરત ન આપતાં

બાવળા તાલુકાનાં શિયાળમાં પિતાને આપેલા ઉછીના રૂપિયા માંગતા હોવાથી પિતાનાં દિકરાનું ટ્રેકટર ઉભું રખાવીને તારા બાપા મારી પાસેથી ઘણા સમયથી લઇ ગયા છે તે કેમ આપતા નથી તેમ કહી ગાળો બોલી ઉશ્કેરાઇ જઇને ધારીયાનો 1 ઘા ટ્રેકટરનાં ટાયર ઉપર મારીને ટાયર ફાડી નાખીને અને કોદાળીનો 1 ઘા ટ્રેકટરનાં હુડ ઉપર મારી એન્ગલને નુકસાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં બગોદરા પોલીસમાં 2 વ્યકિત વિરૂદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બાવળા તાલુકાનાં સરલા ગામમાં રહેતાં વિષ્ણુ ભરતભાઇ સોલંકીએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, મારા પિતા ભરતભાઇએ 8 વર્ષ પહેલા શિયાળ ગામમાં રહેતાં રઘુભાઇ કાનાભાઇ ભરવાડ પાસેથી ઉછીના રૂપીયા લીધા હતાં તે હું જાણુ છુ.

સાંજના 5 વાગે મજુરો મુકવા માટે ટ્રેકટર લઇને શિયાળ ગયો હતો. મજુરો ઉતારી પાછો સરલા આવતો હતો તે વખતે શિયાળ કાણોતર રોડ ઉપર નાળા પાસે પહોચતાં રઘુભાઇ કાનાભાઈ ભરવાડ અને તેનો સગો ભાઇ બંને રોડ ઉપર ઉભા હતાં. મને ટ્રેકટર ઉભુ રાખવા બંન્ને જણાએ ઇશારો કરતાં મેં ટ્રેકટર ઉભુ રાખ્યું હતું.

મને રઘુભાઇએ કહ્યું કે તારા બાપા મારી પાસેથી ઘણા સમયથી રૂપીયા લઇ ગયા છે તે કેમ આપતાં નથી જેથી મેં કહ્યું કે તમો મારા પિતાને વાત કરજો. તેવી વાત કરતાં બંન્ને જણા મારી ઉપર ઉશ્કેરાઇ જઇને જેમફાવે તેમ ગાળો બોલી રઘુભાઇએ ધારીયાનો 1 ઘા ટ્રેકટરનાં આગળનાં ટાયર ઉપર મારતાં ટાયર ફાટી ગયું હતું.અને રઘુભાઇના ભાઇએ કોદાળીનો 1 ઘા મારા ઉપર કરતા ટ્રેકટરનાં હુડ ઉપર વાગતાં એન્ગલ તુટી ગઇ હતી.

આજુબાજુમાં કોઇ માણસો નાં હોય અને હુं એકલો હોવાથી બંન્ને માણસોની બીકનાં કારણે ટ્રેક્ટર મુકી ત્યાંથી ચાલતો સરલા મારા ઘરે આવીને મારા પિતાને લઇને બગોદરા પોલીસમાં બંને જણા મને મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસમાં બંને વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...