ફરિયાદ:ગાંગડમાં મસાલા અને પડીકીના નાણાં માંગતાં લાકડીથી માર માર્યો

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગલ્લો હટાવી લેવો હોય તો હટાવજે નાણા મળશે નહીં તેમ કહી ધમકી આપતાં બગોદરા પોલીસમાં ફરિયાદ

બાવળા તાલુકાનાં ગાંગડ ગામમાં આવેલા ગલ્લા ઉપર જઈને બે વ્યકિતએ મસાલા ( માવા) અને પડીકા લઇ લીધા હતાં.તેનાં રૂપીયા માંગતાં રૂપીયા નહી આપી ગાળો બોલીને લાકડીથી માર મારીને હાથે ફેંકચર કરી દેતાં તેમજ શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં બગોદરા પોલીસમાં બે વ્યકિત સામે ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં ગાંગડ ખાખરાનાં પરામાં રહેતાં મનુભાઇ હકુભાઇ ચુનારાએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સાંજનાં સાત વાગે હું તથા મારા દિકરો જનક ઘરે બેઠાં હતાં.તે વખતે મારા દિકરાનો દિકરો ઇતિહાસ (12 વર્ષ) દોડતો ઘરે આવીને કહ્યું કે હું રોડ ઉપર આવેલા આપણા ગલ્લે બેઠો હતો તે વખતે ગામનાં નવઘણભાઈ જોરૂભાઇ ચુનારા અને ટીનાભાઇ જોરૂભાઇ ચુનારા ગલ્લે આવીને 5 મસાલા (માવા) અને 5 પડીકા લઇને રૂપીયા આપ્યા નહોતાં અને મને જેમફાવે તેમ ગાળો બોલે છે.

તેમ કહેતા હું અને મારો દિકરો જનક અને ઇતિહાસ દોડીને ગલ્લે ગયા હતાં તે વખતે નવઘણભાઇ જોરૂભાઇ અને જોરૂભાઇ હકુભાઇ ચુનારા બંન્ને જણા હાથમાં લાકડીઓ લઇને તથા ટીનાભાઇ જોરૂભાઇ ચુનારા ઉભા હતાં. અને મે તેમને કહ્યું કે તમે કેમ માવા અને પડીકા લઇ તેના રૂપીયા આપતાં નથી. તેમ કહેતાં નવઘણભાઇ અમને કહેવા લાગ્યા કે તમને કોઇ રૂપીયા આપવાનાં નથી તમારાથી જે થાય તે કરી લેજો.

તેમ કહી જેમફાવે તેમ ગાળો બોલવા લાગતાં ગાળો બોલવાની નાં પાડતાં નવઘણભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇને લાકડીઓથી મારવા લાગ્યો હતો. મને છોડાવવા મારો દિકરો જનક વચ્ચે પડતા જોરૂભાઇએ લાકડીનો ઘા મારતાં દીકરાને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અને ઇતિહાસ અમને છોડાવવા વચ્ચે પડતાં ટીનાભાઇએ તેને ઢીકાપાટુનો માર મારતા મુંઢ ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...