ચોરી:સરી પાસે ગોડાઉનમાંથી કર્મચારીઓએ રૂ. 4.8 લાખના માલસામાનની ચોરી કરી

બાવળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રીજ, એ.સી.અને ઇલેક્ટ્રીક વસ્તુઓની ચોરી કરાઇ -2 વિરૂદ્ધ ફરીયાદ નોંધાઇ

બાવળા-સરખેજ હાઇ-વે ઉપર આવેલા સરી ગામના પાટીયા સામે ખાનગી કંપનીના ગોડાઉનમાં કામ કરતાં 2 કર્મચારીએ પીક-સ્લીપ વિના કંપનીના ગોડાઉનમાંથી 2-ફ્રીજ, 2-એ.સી તેમજ અન્ય બીજી ઇલેક્ટ્રીક વસ્તુઓનો માલસામાન ભરાવતાં પકડાઇ ગયા હતાં. બંને કર્મચારીએ કંપનીમાંથી અન્ય માલસામાનની પણ ચોરી કરી હતી. જે માલસામાન પરત આપવાનું કહ્યું હતું. પરંતુ તેઓએ માલસામાન પરત નહીં કરતાં અને નોકરીએ નહીં આવતાં બંને વિરૂદ્ધ બાવળા પોલીસમાં 4,80,000 રૂપિયાના માલસામાનની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

ધોળકા તાલુકાના જવારજ ગામમાં રહેતાં મહેન્દ્રસિંહ મોહબતસિંહ ડાભી બાવળાના સરી પાટીયા પાસે ક્રોમા કંપનીમાં ફીલ્ડ ઓફીસર તરીકે નોકરી કરે છે. તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગઇ 5 ઓક્ટોબરે મારા ઘરે હાજર હતો ત્યારે કંપનીના મેનેજર કુનાલ સોરઠીયાનો ફોન આવ્યો કે આપણી કંપનીમાં કોઇ ચોરી થઇ છે. તો તમે પહોચો. જેથી ફરિયાદી કંપનીમાં જઈને આયરલ, સુરેશ બાબુએ જણાવ્યું કે કંપનીમાંના ક્રોમાં ઇન્ફીનીટીમાં કામ કરતાં જયેન્દ્રભાઇ બળદેવભાઇ સોલંકી (રહેવાસી, બેગવા તા. ધોળકા)એ કંપનીના ટી.ડી.સી ગોડાઉનમાંથી પોતાની રીતે પીક-સ્લીપ વિના ત્યાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં મહેશકુમાર બળદેવભાઇ લકુમ (રહેવાસી, રજોડા, તા. બાવળા) સાથે મળીને 2 ફીજ, 2 એ.સી તેમજ અન્ય બીજી ઇલેક્ટ્રીક વસ્તુઓ ગોડાઉનમાંથી ભરાવી અન્ય જગ્યાએ લઈ જવાનો હોવાથી ટી.ડી.સી ગોડાઉનમાં નોકરી કરતાં લોડ૨ ગણેશભાઈએ કંપનીમાં કામ કરતાં આયરલ જોષીને જાણ કરતાં તે સુરેશ બાબુ, જોષી તથા ભાર્ગવ વ્યાસ ટી.ડી.સી. ગોડાઉન ઉપર જઇને બંનેને પકડી લીધા હતાં. બીજો સામાન ચેક કરતાં કંપનીના ગોડાઉનમાંથી 10 એ.સી, 1 એપલ પેલ્શીલ, 1 કેમેરો, 3 એરપોર્ડ, 2 ફ્રીજ, 1 લેપટોપ, 5 મોબાઇલ, 3 સ્કેન ડીસ્ક, 4 સ્પીકર, 1 વિડીયો ગેમ, 5 વોશીગ મશીન, 2 ઘડીયાળ કુલ 4,80,000 રૂપિયાનો માલસામાન ઓછો જણાઇ આવતાં બંનેની પુછપરછ કરતાં બંનેએ તે માલસામાનની ચોરી કર્યાનું જણાવીને 2 દિવસમાં પરત આપી દેવાનું કહેતાં તેમને જવા દીધા હતાં. 2 દિવસ પછી માલસામાન પરત નહીં કરતાં અને નોકરીએ નહીં આવતાં તેમનાં ઘરે તપાસ કરતાં તે મળી આવ્યા નહોતા. આથી બંને વિરૂદ્ધ બાવળા પોલીસમાં ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...