કાર્યવાહી:બાવળામાં સ્કૂલવાનમાં વધુ બાળકો બેસાડતાંં 5 વાહન ડિટેઇન કરાયાં

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના બાળકો ડ્રાઇવિંગ કરતાં હોવાથી પોલીસે લાલ આંખ કરી

ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્કુલ બસ, સ્કુલ વાહનની બેઠક ક્ષમતા અને ઓવરલોડીંગ કરતાં વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને નાની ઉંમરનાં બાળકો લાયસન્સ વગર ડ્રાઇવીંગ કરનાર સામે તેમજ વાહન માલિક સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે તમામને સૂચના આપી હતી.

આ સૂચનાને લઈને જીલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સુચના આધારે અને ધોળકા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ બાવળા પી.આઇ. આર.ડી.સગર, બાવળા આર.ટી.ઓ.અધિકારી ડી.જી.નાડોદા, જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ. .બી. બી. વાઘેલાએ સાથે મળી તેમની ટીમ સાથે બાવળા શહેર વિસ્તારમાં આ બાબતે ડ્રાઇવ રાખવામાં આવી હતી.

આ ડ્રાઇવમાં 5 વાહનને પકડી પાડીને એમ.વી.એકટ કલમ 207 મુજબ ડીટેઇન કરવામાં આવ્યા હતાં. જેમાં નાની ઉંમરનાં બાળકો વાહન લઇને નીકળતાં 3 વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતાં અને લાયસન્સ વગર 2 વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતાં.

તેમજ આર.ટી.ઓ.એ પેન્ડીંગ રીકવરી એન.સી .11 આપી હતી. જેનો ટોટલ પેન્ડીંગ રીકવરી દંડ 50,000 રૂપીયા અને એન.સી.6 સ્થળ ઉપર 3000 રૂપીયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આ બાબતે સ્કુલોમાં જઇને શાળાનાં સંચાલક તેમજ આચાર્યને પણ સ્કુલનાં બાળકો પોતાનાં વાહન સ્કુલે લાવે નહીં તે બાબતે વિદ્યાર્થીઓના વાલીઓની બેઠક બોલાવી સુચનાં આપવા અંગે સમજણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...