તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સાણંદ તાલુકાના માણકોલ ચાર રસ્તા પાસે ગેરેજમાં આગ

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે બપોરે અગમ્ય કારણોસર લાગેલી આગમાં 1 કાર સળગીને રાખ થઇ

સાણંદના નળસરોવર રોડ ઉપર આવેલા સાણંદના માણકોલ ચાર રસ્તા પાસે એક ગેરેજમાં આગ અગમ્ય કારણોસર એકાએક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. સમગ્ર વિગતો એવી છે કે રવિવારે બપોરે ૨:૩૦ કલાક આજુબાજુ સાણંદ તાલુકાના માણકોલ ચાર રસ્તા પાસે રામા મોટર ગેરેજમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.

ગેરેજમાં લાગેલી આગ ધીમેધીમે વધુ પ્રસરતા આગની ઝપેટમાં એક કાર આવી જવા પામી હતી. બીજી તરફ આગ લાગતા દુર દુર સુધી આગના ધુમાડો દેખાતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે હજી સુધી આગ લાગવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો