તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બાવળા APMCમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો

બાવળા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઓછા ભાવના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. - Divya Bhaskar
ઓછા ભાવના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવ્યો.
 • માલનાં રોકડા નાણાંની ખેડૂતોની માગ, આજની બેઠક બાદ હરાજી શરૂ થશે
 • એક મણનો ભાવ 335થી 360 બોલાતાં ખેડૂતો રોષે ભરાયા, હરાજી બંધ કરી

બાવળા એ.પી.એમ.સી.માં મોટા પ્રમાણમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલમાં વેપારીઓ દ્વારા ઘઉંનાં ભાવ પૂરતાં નહીં આપતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હોબાળો કરીને હરાજી અટકાવી દીધી હતી. તેમજ ખેડૂતોની માંગણી છે કે માલનાં રૂપીયા ચેકની જગ્યાએ રોકડા આપવામાં આવે.એ.પી.એમ.સી.નાં ચેરમેન, વેપારીઓ અને ખેડૂતો વચ્ચે મીટીંગ આજે (ગુરૂવારે) કરીને સમાધાન કરીને બપોર પછી હરાજીનું કામ શરૂ કરવામાં આવશે. બાવળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીમાં ઘઉંની પુષ્કળ આવક શરૂ થઈ જવા પામી છે.બાવળા, સાણંદ, ધોળકા, દસકોઈ તાલુકામાં મોટા પ્રમાણમાં ઘઉંનો પાક પાકે છે.

જેથી બાવળા એ.પી.એમ.સી.માં 400 જેટલા ટ્રેક્ટરની આવક ચાલુ થઈ ગઈ છે. સવારે વેપારીઓએ હરાજી શરૂ કરી હતી અને ઘઉંનો ભાવ વેપારીઓએ એક મણના 335 થી 360 જેટલો જ ભાવ પાડતાં હતાં. સરકારે ટેકાનાં ભાવ નક્કી કર્યા તેના કરતાં ઓછા ભાવ પડવાથી તેમજ ખેડુતોને તેમનાં માલનાં રૂપીયા ચેકથી આપે છે. મોટાં ભાગનાં એ.પી.એમ.સી. માં વેપારીઓ ચેકની જગ્યાએ રોકડા રૂપીયા આપે છે.જેથી માલનાં રૂપીયા રોકડા આપવામાં આવે. તેમ કહીને ખેડુતો ઉશ્કેરાયા હતાં અને હોબાળો કરીને હરાજી બંધ કરાવી દીઇને માર્કેટનો ઝાંપો બંધ કરી દીધો હતો. જેથી વેપારીઓ જતાં રહ્યા હતાં.

ખેડુતોએ જણાવ્યું હતું કે અમે મોંધા ભાવનું બીયારણ, ખાતર, દવા, મજુરી ચુકવીને ખેતી કરીએ છીએ. ઘઉં એક વીધામાં માંડ 20 થી 40 મણનો પાક થાય છે. અને વેપારીઓ ભાવ ઓછા આપે તો ખર્ચ પણ નીકળતો નથી. ખાતર, દવા, બીયારણનો ભાવ સરકાર નક્કી કરે છે અને જયારે ખેડુતો પોતાનો પાક વેચવા બજારમાં આવે ત્યારે તેનો ભાવ સરકાર નક્કી કરતી નથી, વેપારીઓ ભાવ નક્કી કરે છે. જેથી ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતાં નથી. સરકાર કહે છે કે ખેડુતોની આવક બમણી કરીશું.શું આવી રીતે બમણી થાય ? આવી રીતે ખેડુતોને કરેલો ખર્ચ પણ નીકળતો નથી.

જેથી સરકારે નક્કી કરેલા ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવે. તો જ ખેડુતોનાં હાથમાં રૂપીયા આવશે. ખેડુતોએ એ.પી.એમ.સી.નાં ચેરમેન અને હોદેદારોને બોલાવીને સમાધાન કરવાનો આગ્રહ રાખ્યો હતો.પરંતુ ચેરમેન અને હોદેદારો બહારગામ હોવાથી આવી શકે તેમ અને તે કાલે એટલે આજે ગુરૂવારે આવશે. તેમ કહેતાં ખેડુતોએ કહ્યું કે મીટીંગ નહીં થાય ત્યાં સુધી હરાજી શરૂ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો