તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:સિંચાઇનું પાણી નહીં તો વોટ નહીં, બાવળાના રોહિકાગામના ખેડૂતો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારે ગામમાં પ્રવેશ કરવો નહીં’ના બેનર લાગ્યાં

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ગયું છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરવા મથી રહ્યા છે.તેમજ ચૂંટણી લડવા માંગતાં ઉમેદવારોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બાવળા તાલુકાના રોહીકા ગામનાં ખેડુતોએ અને ગ્રામજનોએ આપનાર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીનો બહીષ્કાર કર્યો છે.ગામનાં સરપંચ અને ખેડુતોએ જણાવ્યું છે કે સિચાઈનું પાણી નહી તો વોટ નહીં.

લાખ્ખો રૂપીયાનાં ખર્ચે સરકાર દ્વારા 18 વર્ષથી નર્મદાની કેનાલ બનાવી છે. પરંતું 18 વર્ષ થવા છંતા આ કેનાલમાં પાણીનું એક ટીંપુ પણ આવ્યું નથી. રોહીકાના ખેડુતો સિચાઈના પાણીથી વંચિત રહ્યા છે. રોહીકા ગ્રામ પંચાયત દ્વારા નર્મદા વિભાગને અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. અને તંત્રનું પેટનુ પાણી પણ હલતુ નથી. તેમજ જયારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે નેતાઓ અને આગેવાનો સિંચાઇ માટે પાણી આપવાનાં વચનો આપવામાં આવે છે.

પરંતુ આજ દિન સુધી આ વચનો કોઈએ પુરા કર્યા નથી. જેને લઈને ખેડુતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તેઓએ આવનારી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. બેનરોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી સિંચાઈનું પાણી નહીં મળે ત્યાં સુધી કોઈપણ ચૂંટણીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. તેમજ કોઈપણ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રચાર કરવા ગામમાં આવવું નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો