બાવળા પંથકમાં રવિ સીઝનનાં અંતમાં બીજી વખત હવામાન અચાનક બદલાતાં, વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. બે દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે હજુ ખેતરોમાં ઉભેલા અને લેવાઈ રહેલા ઘઉં, જીરું, ઈસબગુલ, ચણા વગેરેના પાકોને મોટું નુકસાન થવાનો ભય છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગતાં ખેડૂતો કમોસમી વરસાદ ના થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હોળી-ધૂળેટીનાં દિવસોમાં કમોસમી વરસાદ થયો હતો ત્યારે પણ પાકને નુકસાન થયું હતું. હવામાન વિભાગે 5 દિવસની આગાહી કરી છે ત્યારે બાવળા પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણ વાદળછાયું બન્યું છે. આ સીઝનમાં બીજી વખત વાતાવરણ બદલાયું છે.
ત્યારે હવે ઘઉં, ચણા, જીરૂં વગેરે ૨વી સીઝન પૂરી થવા જઈ રહી છે. પરંતુ હજુ ખેતરોમાં ઘઉં, જીરું, ઈસબગુલ, ચણા જેવા પાકો ઉભા છે અને તેની કાપણી પણ ચાલી રહી છે. ઘણાં ખેડૂતોનો પાક ખળામાં હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.