અકસ્માત:દ્વારકાથી અમદાવાદ સારવાર માટે આવી રહેલા પરિવારની કાર પલટી, 3 ઇજાગ્રસ્ત

બાવળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર ડિવાઇડર વચ્ચે પલટી ગઇ હતી. - Divya Bhaskar
કાર ડિવાઇડર વચ્ચે પલટી ગઇ હતી.
  • ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર વચ્ચે પલટી ગઇ
  • મટોડા ગામના પાટિયા પાસે બનેલા બનાવ બાદ માર્ગ પરથી પસાર થતા વાહનોના ચાલકોએ ઊભા રહી ત્રણેયને કારમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ મોકલી આપ્યા

બાવળા-સરખેજ હાઈ-વે ઉપર આવેલા મટોડા ગામનાં પાટીયા પાસે વહેલી સવારે કાર પલટી જતાં 3 લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી. દ્વારકા તાલુકા ગોરાણા ગામનાં ભરતભાઈ મુળુભાઈ, ભરતભાઈ હકીમભાઈ અને રાહુલભાઈ કેશુલભાઈ ગાડી લઈને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યા હતા. વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ગાડીનાં ચાલકે કોઈ કારણસર સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી હાઈ-વેનાં વચ્ચેનાં ડિવાઇડરની વચ્ચેની જગ્યામાં પલટી મારી ગઈ હતી.

જેથી ગાડીમાં સવાર ત્રણેય વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.જેથી હાઇ-વે ઉપરથી પસાર થતાં વાહન ચાલકોએ ઉભા રહીને ત્રણેયને ગાડીમાંથી બહાર કાઢીને 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108નાં ઇ.એમ.ટી. રવિ લાલકિયા અને પાયલોટ સહદેવસિહ તરત જ ઘટનાસ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બાવળા સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતાં. ત્યાં પણ સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ મોકલી આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...