તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:જિલ્લા ભાજપ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી

બાવળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હર્ષદગીરી

અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી નાં હોદ્દેદારોની નિમણુંક લાંબા સમયથી અટવાઇ હતી.અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે હર્ષદગીરી ગોસાઈ (ગીરીબાપુ)ની નિમણુંક થતાં તેમને જીલ્લાનાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણુંક કરી હતી.અને પ્રદેશના હોદ્દેદારો સાથે પરામર્સ કરીને જીલ્લા ભાજપનાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણુંક જીલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ દ્વારા કરાઇ છે. જેમાં મહીલાઓ અને દરેક તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 8 ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ દાવડા (સાણંદ શહેર ), મહેન્દ્રસિંહ મંડોરા (ધોળકા તાલુકો), કાન્તીભાઈ લકુમ (બાવળા તાલુકો), સહદેવસિંહ ચુડાસમા (ધોલેરા તાલુકો), રમેશભાઈ ઠાકોર ( દેત્રોજ તાલુકો), ભાવીબેન પટેલ ( દસક્રોઈ તાલુકો), મીનાબેન પી.પટેલ ( બાવળા શહેર), પ્રભુભાઈ કોળી પટેલ (સાણંદ તાલુકો),

તેમજ 3 મહામંત્રી તરીકે નવદીપભાઇ ડોડીયા (વિરમગામ શહેર), સુરેશભાઈ પટેલ ( વિરમગામ તાલુકો ), મયુરભાઇ ડાભી ( બાવળા તાલુકો) અને 8 મંત્રી તરીકે ભરતભાઈ મેર ( બાવળા તાલુકો ), રાજુભાઈ ઠાકોર ( દસક્રોઈ તાલુકો ), મહેન્દ્રભાઇ પટેલ (વટવા), લીનાબેન પટેલ ( સાણંદ તાલુકો ), ભારતીબેન રાણા ધોળકા શહેર ), માધવીબેન દિક્ષીત ( ધંધુકા શહેર ), માણેકબેન પરમાર (ધોળકા શહેર ), કિર્તીબેન આચાર્ય (માંડલ તાલુકો ) અને ચેતનસિંહ ચાવડા ( ધંધુકા તાલુકો ) ની કોષાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાતાં જિલ્લાના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો