તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કલ્યાણગઢ પાસેથી મુસાફરના સ્વાંગમાં કારમાં બેસેલા 3 લુંટારુ કાર લઈને ફરાર, લીંમડીથી બોપલ જવાનું કહી ગાડીમાં બેઠા હતાં

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારચાલકને છરી બતાવી ધક્કો મારી નીચે ઉતારી દઇને કાર લઇ ફરાર થયા, પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદ એરપોર્ટથી ગાડી ચાલક પેસેન્જરને સુરેન્દ્રનગર ઉતારીને અમદાવાદ પરત આવી રહ્યો હતો. લીમડીંથી ત્રણ પેસેન્જર બોપલ જવાનું કહીને ભાડુ નક્કી કરીને ગાડીમાં બેઠા હતાં.ગાડી બાવળા તાલુકાના કલ્યાણગઢ ગામ પાસેથી મોડી રાત્રે પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા પેસેન્જરો પૈકી બે વ્યકિતએ ગાડી ચાલકને પકડી રાખીને ત્રીજા વ્યકિતએ છરી બતાવીને ગાડી ઉભી રખાવી ગાડી ચાલકને ધક્કો મારી નીચે ઉતારી દઈને 3 લાખની ગાડીની લુંટ કરી નાસી છૂટયા હતાં.ગાડી ચાલકે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી નાશી છૂટેલા લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના હાંસોલ ગામનાં ઠાકોરવાસમાં રહેતાં આત્મારામભાઇ ઉર્ફે બાબુભાઇ ભલાજી ઠાકોર ડ્રાઇવિંગ કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તે અમદાવાદનાં પોપટભાઈ ભરવાડની ભાડાની ગાડી ચલાવે છે. 10 તારીખે અમદાવાદ સરદાર વલ્ભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેક્ષી પાસિંગની સ્વીફટ ડીઝાયર ગાડી નંબર GJ 01-0X 4873ની લઈને પાર્કિંગમાં હતો ત્યારે એક પેસેન્જર ને સુરેન્દ્રનગર જીલ્લાના તલસાણા સોલર પ્લાન્ટમાં જવાનું હોવાથી ભાડુ નક્કી કરીને તેમને મુકવા માટે નીકળ્યો હતો.

તલસાણા સોલરે પ્લાન્ટ ગયા પછી સાંજના સાત વાગે સોલર પ્લાન્ટથી તે પેસેન્જરને લઈને સુરેન્દ્રનગરમાં એક હોટલમાં ઉતારીને અમદાવાદ આવવા નીકળ્યો હતો. સુરેન્દ્રનગર થી લીંબડી સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકની એક હોટેલ સામે ગાડી પાર્ક કરી હોટલમાં ચા પી ને ઉંઘ આવતી હોવાથી ગાડીમાં ડ્રાઇવર શીટમાં સુઇ ગયો હતો. રાત્રે સાડા બાર વાગે ત્રણ માણસોએ આવીને ગાડીનો કાચ ખખડાવીને કહ્યું કે અમારે બોપલ ઇસ્કોન જવાનું છે. જેથી તેમણે એક વ્યકિતનાં 100 રૂપીયા ભાડુ નક્કી કરીને ગાડીમાં બેસાડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...