હુમલો:બાવળાનાં રૂપાલમાં જાનથી મારી નાખવાની ધમકી આપી ધારીયાથી હુમલો કરાયો

બાવળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળાના રૂપાલ ગામમાં દુકાન આગળ કારમાં આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી ધારીયુ મારીને ફ્રેક્ચર કરીને ગડદા પાટુનો માર મારનાની બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતા બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બાવળા તાલુકાના રૂપાલ ગામ પાસે આવેલી જીવાપુરા પાણીની ટાંકી પાસે રહેતાં મહેમુદભાઇ ઇબ્રાહિમભાઇ વ્હોરાએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, બપોરે હું જમીને બહાર નીકળેલો અને મારા દિકરાની દુકાન આગળ બીડી પીતો હતો તે વખતે અમારા ફળીયામાં અંદરની તરફ રહેતો તૌફીકભાઇ અમનભાઇ વ્હોરા પોતાની પાસેની કાર લઇને આવ્યો હતો

અને હું અને અલ્ફાઝભાઇ બન્ને ઉભા હતાં ત્યાં આગળ ગાડી ઉભી રાખવા જતાં તેણે પોતાની ગાડી રોડની સાઇડમાં પડેલાં મોટા પથ્થર ઉપર ચડાવી દઇને ગાડી ઉભી રાખી, નીચે ઉતરી ગાડીમાંથી માંથી ધારીયુ કાઢી લઇ આવી મને જોરથી મારવા જતાં મેં ધારીયાનો ઘા ઝીલવા માટે હાથ આગળ કરતાં વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું. આથી તૌફીક વિરૂદ્ધ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...