વિવાદ:અમદાવાદમાં રહેતો હોવા છતાં સભ્ય તરીકે ફોર્મ કેમ ભર્યું કહી માર માર્યો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાવળાનાં કેરાળામાં બનેલો બનાવ 3 ને ઇજા - 7 સામે ફરીયાદ નોંધાવી

બાવળા તાલુકાનાં કેરાળા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર-4 માં તું અમદાવાદ રહે છે અને તે ઉમેદવારી કેમ નોંધાવી તેમ કહી 7 વ્યકિતઓએ એક જૂથ થઈને લાકડીઓથી માર મારતાં ત્રણ વ્યકિતને ઇજા થતાં અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.તેમ જ ગામમાં આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તેમણે કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં 7 વ્યકિત સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં કેરાળા ગામનાં વતની અને હાલ અમદાવાદ રહેતાં દિનેશભાઇ પરસોત્તમભાઇ પરીખ (પટેલ )એ કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમની પત્નિ રેણુકાબેને કેરાળા ગ્રામ પંચાયતની ચુંટણીમાં વોર્ડ નંબર - 4 માં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલી હોય અને તેમની સામે પાલીબેન દીલીપકુમાર બેલદારે પણ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલી હોય જેથી ગામનાં રાજુભાઇ અને નિખીલભાઇનું ગ્રુપ પાલીબેનને ચુંટણીમાં સપોર્ટ કરતા હોવાથી રાજુભાઇ ચમનભાઈ પટેલે કહ્યું કે તું અમદાવાદ રહે છે તો તે ગામમાં સભ્ય તરીકે ફોર્મ કેમ ભરેલ છે.

તેમ કહી ગામમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 19 તારીખે કેરાળા પ્રાથમીક શાળાની આગળ તળાવ પાસે રોડ ઉપર ઉભા હતો તે વખતે નમ્ર રાજુભાઈ પટેલે આવીને જેમફાવે તેમ ગાળો બોલી ગડદાપાટુનો માર મારતા હોય તે વખતે રાજુભાઇ,નિખીલ ઉર્ફે મુન્નો જયંતીભાઇ પટેલ, શશીકાંત ઉર્ફે લાલો જયંતીભાઇ પટેલ, લલીતભાઇ ચીમનભાઇ પટેલ, કલ્પેશભાઇ ચીમનભાઇ પટેલ, જય લલીતભાઇ પટેલ બધા લાકડીઓ લઈને એક સંપ થઇ ગેરકાયદેસરની મંડળી રચી આવીને મારવા લાગ્યા હતાં.

તે વખતે બળવંતભાઇ પરસોતમભાઇ પરીખ તથા સાગરભાઇ દીનેશભાઇ પરીખ છોડવવા વચ્ચે પડતાં તેઓને પણ શરીરે ઇજાઓ થવા પામી હતી.જેથી સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ થઈને તમામ સાતેય આરોપીઓ વિરૂદ્ધ કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં એક સંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથીયાર લઇ આવીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...