માંગણી:બાવળા તાલુકા પંચાયતના VCE દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માગ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા 2016 માં મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી હતી.તેમજ નવામુખ્ય મંત્રી અને પંચાયત મંત્રીને 2021માં હડતાળ કરવાની જાહેરાત મંડળે કરી હતી જેથી પંચાયત મંત્રીએ બેઠક કરીને વીસીઇનાં પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર – ધોરણની માંગણીનુ નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપતાં સકારાત્મક બાહેધરી આપી હતી.

પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ નાં કરતાં અને ઇ - ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ. નિલકંઠ માતર દ્વારા પ્રાયવેટીકરણનાં મુદા લાવીને ખોટી માહીતી આપીને વી.સી. ઇની માંગણી બાબતે કોઇ નિર્ણય નાં થાય તેવા પ્રયાસ થતાં હોય વીસીઇનું ભવિષ્ય અંધકારમય બન્યું છે . મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાહેધરી આપતાં આશ્વાસન આપ્યું તે આશ્વાસન ખરેખર ખોટુ આપવામાં આવ્યું તેવુ ફલિત થાય છે. અને ખોટી હૈયાધારણા આપી હોય તેમ લાગે છે.

ઇ - ગ્રામ વીસીઇને એક રુપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજયનાં 13000 જેટલા વીસીઇન શોષણ કરવામાં આવી રહ્યું છે. વીસીઇનાં મુળભુત હક્કોનું હનન થઇ રહ્યુ છે. અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાનાં દિવસે તથા રાત્રે પણ કામ કરાવવામાં આવે છે . બીજા વિભાગોના કર્મચારીઓનુ કામ પણ અમુક સમયે વીસીઇઓ પાસે કરાવવામાં આવે છે . આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે . આટલુ બધુ કામનું ભારણ હોય તેમ છતાં ગુજરાત સરકાર વીસીઇને પગાર - ધોરણ આપતી નથી.

અન્ય સમાચારો પણ છે...